Home Health-lifestyle Know Why Rope Is There In Police Uniform

જાણવા જેવું : પોલીસના યુનિફોર્મમાં કેમ હોય છે દોરડું, જાણી લો તેનો અર્થ

જાણવા જેવું
Published by: OBS Bureau
Last Updated: Jan 03, 2025, 06:29 AM IST

તમે તમારી આસપાસ અને પોલીસ કર્મચારીઓને જોયા હશે, ખાખી યુનિફોર્મને જોયો હશે, આ ખાખી યુનિફોર્મમાં ઘણીવાર દોરી આપેલી હોય છે. પરંતુ તમને તેનો ઉપયોગ ખબર નહીં હોય. પોલીસ યુનિફોર્મ પરની દરેક વસ્તુનો વિશેષ અર્થ હોય છે. તમે તેના હાથની નજીક તારાઓની સંખ્યા સાથે જોડાયેલ દોરડું જોયું હશે, પરંતુ શું તમે જાણો છો કે આ દોરડું શા માટે છે?

પોલીસના ખભા પર જે દોરડું હોય છે તેને લેનયાર્ડ કહેવામાં આવે છે. જે અધિકારીની સેવા કે રેન્કના હિસાબથી અલગ અલગ રંગ કે આકારનું હોય છે. જો તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે એ દોરડું પોલીસના ખિસ્સામાં જતુ હોય છે. કારણ તે તેની સાથે સિટી બાંધેલી હોય છે જે પોલીસની છાતી પાસે આવેલા ખિસ્સામાં રાખેલી હોય છે.

આ સાથે અનેક લેનયાર્ડનો ઉપયોગ કેટલાક પોલીસ અધિકારીઓ પિસ્તોલ અને રિવોલ્વર લઈ જવા માટે એક અલગ લેનયાર્ડનો પણ ઉપયોગ કરે છે. એટલું જ નહીં, લેનયાર્ડને જમણી તરફ પહેરવામાં આવે છે. એટલું જ નહીં આ દોરીની લંબાઈ સીટી માટે ઉપયોગમાં લેવામાં આવતી લેનયાર્ડ કરતા લાંબી હોય છે. પોલીસના યુનિફોર્મ પર આવું દોરડું એટલા માટે પણ હોય છે જેથી કોઈ તેમના હથિયાર ચોરી ન લે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now