Home Entertainment Know Who Was Highest Paid Actress In Bollywood

Khans કરતા પણ વધુ ફી લેતી હતી આ અભિનેત્રી : 33 વર્ષની ઉંમરે છોડી દીધું ફિલ્મી કરિયર – જાણો કોણ છે એ સુપરસ્ટાર?

Khans કરતા પણ વધુ ફી લેતી હતી આ અભિનેત્રી
Published by: OBS Bureau
Last Updated: Jun 09, 2025, 06:16 AM IST

આજના સમયમાં જયારે દીપિકા પાદુકોણ જેવી અભિનેત્રી પે-ગેપને કારણે ફિલ્મ છોડે છે, ત્યારે કલ્પના પણ ન કરી શકાય કે વર્ષો પહેલા એક એવી અભિનેત્રી હતી જેને તેના ટેલેન્ટના કારણે શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન કરતાં પણ વધુ ફી મળતી હતી. એ અભિનેત્રી છે શ્રીદેવી.



શ્રીદેવી – ભારતની પહેલી પેન ઇન્ડિયા સુપરસ્ટાર

1980 અને 1990ના દાયકામાં શ્રીદેવી એ અભિનેત્રી હતી જેણે હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પોતાનું અદ્ભુત શાસન સ્થાપિત કર્યું હતું. પોતાના અભિનય, ડાન્સ અને સ્ક્રીન પ્રેઝન્સના કારણે તે દેશની સૌથી લોકપ્રિય સ્ટાર બની હતી.

ફી સાંભળીને મેગાસ્ટારસના કાન ઊંચા થઇ જાય
1993માં આવેલી ફિલ્મ ‘રૂપ કી રાની ચોરો કા રાજા’ માટે શ્રીદેવી એ રૂ. 1 કરોડ ફી લીધી હતી. એ સમયમાં આટલી મોટી રકમ કોઈ ફીમેલને તો મળતી જ ન હતી, અને મેલ એક્ટર્સમાં પણ બહુ જ ઓછા કલાકારોને મળી હતી. એ સમય દરમિયાન શાહરુખ, સલમાન અને આમિર જેવા અગ્રગણ્ય સ્ટાર્સ 50થી 75 લાખ સુધી ફી લેતા હતા. શ્રીદેવીની કમાણીએ અમિતાભ બચ્ચન, કમલ હાસન અને ચિરંજીવી જેવા દિગ્ગજોને કમાણીના મામલામાં પછાડ છોડી દીધા હતા.


કરિયર પીક પર હોવા છતાં અચાનક લીધો બ્રેક
જ્યારે બોલીવુડ પર શ્રીદેવીનો રાજ ચાલતો હતો, ત્યારે 1996માં તેણે ફિલ્મોથી બ્રેક લઇ લીધી. તે સમયે તે પોતાનો પરિવાર શરૂ કરવા ઈચ્છતી હતી અને તેની મોટી પુત્રી જાન્હવી કપૂર સાથે પ્રેગનેન્ટ પણ હતી. માત્ર 33 વર્ષની ઉંમરે તેનુ ચમકતું કરિયર છોડી દેવું એ ફિલ્મ જગતમાં માટે માઠા સમાચાર હતા.



સિમ્પલ લાઈફ તરફ વળી બોલીવુડની ચાંદની

તેણે ઘરમાં રહીને પોતાની બે દીકરીઓ – જાન્હવી કપૂર અને ખુશી કપૂર –ની પરવરિશ કરી. બાદમાં 2004માં ટીવી શો ‘માલિની અય્યર’થી કમબેક કર્યું અને પછી ‘ઇંગ્લિશ વિંગ્લિશ’, ‘મોમ’ જેવી ફિલ્મોમાં ફરી એકવાર બોલીવુડમાં પોતાનું કમબેક કર્યું.

એક અધૂરી વિદાય જે આખા દેશને વિખેરી ગઈ
2018માં શ્રીદેવીના અવસાનના સમાચાર આવ્યા ત્યારે આખો દેશ શોકમગ્ન થઇ ગયો. તે માત્ર એક અભિનેત્રી નહોતી – તે મહિલાઓ માટે એક પ્રેરણાં હતી.



શ્રીદેવી, એ બોલીવુડના ઇતિહાસમાં એવી હસ્તી છે, જેને ઘણાં વર્ષો પહેલા જ સફળતા મળેલી. આજની એક્ટ્રેસની પે-ગેપની ચર્ચાઓ વચ્ચે શ્રીદેવીનો સંઘર્ષ અને સિદ્ધિ એક પ્રેરણાદાયક વસ્તુ છે. તેણે એ સાબિત કર્યું કે સ્ત્રીઓ આત્મવિશ્વાસ રાખે તો કોઈ ઉંમર, કોઈ વ્યવસ્થા કે કોઈ સિસ્ટમ તેમને રોકી શકતી નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now