જો પેટ સાફ તો તમામ વસ્તુઓ માફ.જો તમે સવારે ઉઠતાની સાથે જ તમારા પેટમાં દબાણ અનુભવો છો અને તરત જ તમારા પેટ સાફ કરવા માટે વોશરૂમ જાઓ છો, તો તે સારા સ્વાસ્થ્યની નિશાની માનવામાં આવે છે. તે જ સમયે, જો તમને સવારે ઉઠ્યા પછી તમારા પેટમાં કંઈપણ નથી લાગતું, તો તે યોગ્ય નથી.જો સવારે તમારું પેટ સાફ આવી જશે તો આખો દિવસ સારો જશે. અને જો તમે ઈચ્છતા હો કે તમારું પેટ સાફ આવે તો તમારે સવારે ઉઠતાની સાથે એક કામ કરવાનું છે.
નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે સૂવા માટે ડાબું પડખું યોગ્ય માનવામાં આવે છે.આ એસિડ રિફ્લક્સ ઘટાડે છે અને પાચન સુધારે છે. પરંતુ, જો તમે સવારે ઉઠ્યા પછી દબાણ અનુભવતા નથી, તો થોડા સમય માટે તમારી જમણી બાજુએ ફરીને સૂઈ જાઓ. આના કારણે ખોરાક કોલોન સુધી પહોંચે છે અને પેટમાં દબાણ અનુભવાય છે.આ સિવાય બેડ પર તમારા પગ આગળની તરફ લંબાવીને બેસો. હવે તમારી આંગળીઓથી તમારા અંગૂઠાને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો.
જો તમને ફાવે તો સવારે ઉઠીને તમે વજ્રાસનમાં બેસો. જેનાથી પેટ સાફ સરળતાથી આવશે. સાથે જ પાચન સારી રીતે થશે. જો તમારું પેટ સરખું સાફ નથી આવતું તો નવશેક પાણીમાં ઘી ભેળવીને પી શકો છો. સાથે જ તમે મળાસન કરી શકો છો. જે પેટ સાફ લાવવા માટે ઉત્તમ માનવામાં આવે છે.
જો તમારું પેટ સાફ નથી, તો તેનો અર્થ એ છે કે તમારું પાચન નબળું છે અને આ તમારા સ્વાસ્થ્યને અસર કરે છે. જો પેટ યોગ્ય રીતે સાફ ન થાય તો પેટનું ફૂલવું, એસિડિટી અને ગેસ થાય છે. તેથી, દરરોજ સવારે પેટને યોગ્ય રીતે સાફ કરવું મહત્વપૂર્ણ છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તેને અવગણશો નહીં. કબજિયાતને કારણે એકંદર આરોગ્ય પર અસર થાય છે.અને એટલે જ તમે આપેલા ઉપાયોને અજમાવીને પેટ સાફ રાખી શકો છો.
ગરમીમાં વધુ બાળકો જન્મે છે કે ઠંડીમાં?: પ્રજનન ક્ષમતા પર હવામાનની શું થાય છે અસર?






