Home Utilities Know What Is Blue Aadhar Card

બ્લૂ આધાર વિશે માહિતી : જાણો શું છે Blue આધાર કાર્ડ..કેવી રીતે મેળવશો..

બ્લૂ આધાર વિશે માહિતી
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2025, 05:53 PM IST

ભારતમાં આધાર કાર્ડ સૌથી મહત્વનો દસ્તાવેજી પુરાવો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના લાભ મેળવવા માટે આધાર કાર્ડ જરૂરી છે. તો આધાર કાર્ડ ઓળખનો પુરાવો પણ છે. આધાર કાર્ડ અંગે લોકોનું માનવું છે કે તે માત્ર એક જ પ્રકારનું હોય છે. પરંતુ એવું નથી. સામાન્ય આધાર કાર્ડ સિવાયનું પણ આધાર કાર્ડ છે. જે બ્લુ આધાર તરીકે જાણીતું છે.

શું છે બ્લૂ આધાર કાર્ડ?

બ્લૂ આધાર કાર્ડ બાળકના આધાર કાર્ડ તરીકે પણ ઓળખાય છે. આ આધાર 5 વર્ષથી નાના બાળકો માટે હોય છે. તેના માટે ફિંગર પ્રિન્ટ, કે આઈ સ્કેન જેવી બાયોમેટ્રિક માહિતીની જરૂર નથી. જો કે 5 વર્ષ બાદ આ બાયોમેટ્રિક અપડેટ જરૂરી છે.

બ્લૂ આધાર માટે કેવી રીતે કરશો અરજી?

- બાળકના આધાર કાર્ડ માટે સામાન્ય આધારની જેમ જ અરજી કરવાની હોય છે.
- આ માટે આધાર કેન્દ્ર પર જઈને જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ સાથે અરજી પત્ર ભરીને જમા કરાવવાનું હોય છે. જરૂરી ડોક્યુમેન્ટ્સમાં રેસિડેન્સ પ્રૂફ, રિલેશનશિપ પ્રૂફ જન્મના પ્રમાણ પત્રનો સમાવેશ થાય છે.
- આ અરજી કર્યાના થોડા સમયમાં બાળકનું આધાર કાર્ડ ઘરે આવી જાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now