Home Entertainment Know What Akshay Kumar Said About Flop Films

ખિલાડી નહીં 'ફ્લોપ' કુમાર! : બેક ટુ બેક ફ્લોપ ફિલ્મો પર અક્ષય કુમારે આપ્યું જ્ઞાન, કહ્યું આવું તો..

ખિલાડી નહીં 'ફ્લોપ' કુમાર!
Published by: OBS Bureau
Last Updated: Jan 10, 2025, 09:55 AM IST

બોલીવુના ખિલાડી કુમાર અને એક સમયે જેના નામના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સિક્કા પડતા હતા તેવા અક્ષય કુમાર માટે વર્ષ 2024 ખૂબ જ નિરાશાજનક રહ્યું છે.પરંતુ વર્ષ 2025 તેમના માટે આશાઓથી ભરેલું હોય તેવું લાગે છે. આ વર્ષે બેક ટૂ બેક તેમની અનેક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. જેમાંથી એક છે સ્કાય ફોર્સ. જેના ટ્રેલર રિલીઝ પ્રસંગે અક્ષય કુમારે તેની કારકીર્દિ, સફળતા અને નિષ્ફળતા વિશે ખુલીને વાત કરી.



અક્ષય કુમારે કહ્યું કે, આ પહેલીવાર નથી જ્યારે તેમનું વર્ષ ખરાબ રહ્યું છે. પરંતુ તેઓ ખૂબ જ મહેનત કરે છે. હું પોતાને પણ એવું જ કહું છું અને અન્ય લોકોને પણ એ વિશે વાત કરે છે. તમારે સતત મહેનત કરતા રહેવું જોઈએ. અનેક લોકો મારી પાસે આવે છે, કે હું વર્ષમાં વધુમાં વધુ ફિલ્મો કરું. મારું કરિયક ડેડિકેશન અને હાર્ક વર્કથી બન્યુ છે. મને તો એ પણ કહેવામાં આવ્યું કે હું કન્ટેન્ટ ફિલ્મો ન કરું. પરંતુ મને એ વાતનો ગર્વ છે કે, મે એવી ફિલ્મો કરું.

વર્ષ 2025માં ખિલાડી કુમારની અનેક ફિલ્મ આવી રહી છે. તેની આગામી ફિલ્મ સ્કાય ફોર્સ દેશભક્તિ પર આધારિત છે. જેમાં સારા અલી ખાન અને વીર પહાડિયા પણ છે. આ ફિલ્મ 24 જાન્યુઆરીએ રિલીઝ થશે. સાથે જ જોલી એલએલબી 3, વેલકમ ટૂ ધ જંગલ, હાઉસફુલ 5, હેરાફેરી 3 અને ભૂતબંગલા જેવી ફિલ્મો છે. અને તેને આશા છે કે, તેની આ વર્ષની ફિલ્મો સફળ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now