Home Health-lifestyle Know The Right Way To Drink Water 7d18a8dd 4668 48f9 86fa F7cdd0c8fec6

પાણી પીઓ જાણી-જાણી : પાણી પીવાની આ છે સાચી રીત, જો શીખી લીધો તો તબિયત રહેશે ટનાટન

પાણી પીઓ જાણી-જાણી
Published by: OBS Bureau
Last Updated: Jan 18, 2025, 05:30 PM IST

પાણી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. આપણું શરીર સારી રીતે કામ કરી શકે તે માટે પુરતું પાણી પીવું જોઈએ. પાણી શરીરનું તાપમાન જાળવી રાખે છે, સાંધાને મદદ કરે છે, પાચનમાં સહાયતા કરે છે, કોશિકાઓને પોષણ આપે છે. કોઈને શરીરમાં દુખાવો રહેતો હોય તો તેને પુરતું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ પાણીને ચોક્કસ પ્રમાણમાં પીવું જરૂરી છે. ઓછું પાણી પીશો તો ડીહાઈડ્રેશન થશે અને વધુ પાણી પણ ક્યારેક નુકસાન કરી શકે છે.

કેટલું પાણી પીવું જોઈએ?

સામાન્ય રીતે એક વયસ્ક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. એક જ સમયે મોટી માત્રામાં પાણી પીવાને બદલે, દિવસભર નિયમિતપણે પાણી પીવો. તમારા દિવસની શરૂઆત એક ગ્લાસ પાણીથી કરો અને તમારા હાઇડ્રેશન સ્તરને જાળવી રાખવા માટે આખો દિવસ પાણી પીતા રહો. ગરમ હવામાન અથવા શારીરિક પ્રવૃત્તિ દરમિયાન તરસના સંકેતો પર ધ્યાન આપો અને તમારા પાણીના સેવનમાં વધારો કરો.

ક્યારે પાણી પીવું જોઈએ?

ભોજન લેતા પહેલા એક ગ્લાસ પાણી પીવાથી પેટને ભોજનના સેવા માટે તૈયાર કરવામાં અને પાચનમાં મદદ મળે છે. સાથે જ તે પેટ ભરેલું હોવાનો અનુભવ કરાવીને વધુ ખાતા રોકે છે. ખાતા સમયે પાણી લેવાથી તે ભોજનને ગળવામાં મદદ કરે છે. જો કે, ભોજન દરમિયાન વધુ પડતું પાણી પીવાથી પેટનું એસિડ પાતળું થઈ શકે છે અને પાચનમાં સમસ્યા આવી શકે છે.ખોરાક ખાધા પછી પાણી પીવાથી પોષક તત્વોના શોષણમાં મદદ મળે છે. પાચનમાં મદદ કરે છે. તે પાચન પછી ડિહાઇડ્રેશન અટકાવે છે.

ઉઠ્યા બાદ તરત એક ગ્લાસ પાણી પીવાથી અનેક કલાકોની ઊંઘ બાદ શરીરને ફરી હાઈડ્રેટ કરવામાં અને ચયાપચયની ક્રિયા શરૂ કરવામાં સરળતા રહે છે. વ્યાયામ કરતા પહેલા અને વ્યાયામ કરતા પહેલા પાણી પીવું જોઈએ. આ સાથે જ જો તમારા પેશાબનો રંગ ઘેરો પીળો થાય તો એ ડિહાઈડ્રેશનનો સંકેત છે. એટલે તમારે પાણી પીવું જોઈએ.


(Diclaimer: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા. કોઈ પણ નુસખો અજમાવતા પહેલા વિશેષજ્ઞોની સલાહ જરૂરથી લો.)

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now