Home Sports Know The Playing Eleven Of The Third Odi Match Of Ind Vs Sa

IND vs SA; ઇન્ડિયન ટીમ ODI માં 2 વર્ષ પછી ટોસ જીત્યો! : જાણો બંને ટીમની પ્લેઇંગ ઇલેવન અને ટોસ જીતવા પર કે. એલ રાહુલે શું કહ્યું

IND vs SA; ઇન્ડિયન ટીમ ODI માં 2 વર્ષ પછી ટોસ જીત્યો!
Published by: OBS Bureau
Last Updated: Dec 06, 2025, 08:20 AM IST

India won the toss in ODI cricket: વિશાખાપટ્ટનમમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ ODI માં આજે એક ચમત્કાર થયો. ટીમ ઈન્ડિયા, જે છેલ્લા 20 વખત સતત ટોસ હાર્યું હતું, તેને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ વખતે ટોસ જીતવામાં કેએલ રાહુલની યુક્તિ કામ કરી ગઈ. રાઇટી બેટ્સમેન અને સીરિઝમાં ODI ટીમની કેપ્ટનશીપ કરી રહેલા રાહુલે લેફ્ટ હેન્ડથી ટોસ કર્યો. પછી, નસીબે પણ ટીમ ઈન્ડિયાનો સાથ આપ્યો અને રાહુલે ટોસ જીત્યો. ટોસ જીત્યા પછી કેપ્ટન રાહુલની ખુશી જોવા જેવી હતી.

ભારતીય ટીમમાં શું ફેરફાર

ભારતે પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે, જેમાં વોશિંગ્ટન સુંદરને પ્લેઇંગ ઇલેવનમાં તિલક વર્માને સ્થાન આપવામાં આવ્યું છે. સાઉથ આફ્રિકાએ ઇજાઓને કારણે નાન્દ્રે બર્ગર અને ટોની ડી જ્યોર્ગીની જગ્યાએ રાયન રેકેલ્ટન અને ઓટનિલ બાર્ટમેનનો સમાવેશ કર્યો છે. બંને ટીમો વચ્ચે ત્રણ મેચની સીરિઝ હાલમાં 1-1 થી બરાબર છે. ભારતે રાંચીમાં પ્રથમ વનડે 17 રને જીતી હતી, જ્યારે સાઉથ આફ્રિકાએ રાયપુરમાં બીજી વનડે 4 વિકેટથી જીતી હતી.

ઓડિયન્સનો ઉત્સાહ વધ્યો

રાહુલે ટોસ જીતતાની સાથે જ સ્ટેન્ડમાં બેઠેલા દર્શકોએ ખુશીઓથી ગડગડાટ શરૂ કરી દીધો. રાહુલ કોમેન્ટ્રી કરી રહેલા મુરલી કાર્તિક સાથે વાત કરવા ગયો કે, તરત જ તે પણ પોતાનો આનંદ રોકી શક્યો નહીં અને હસી પડ્યો.

જ્યારે કાર્તિકે એક રમુજી પ્રશ્ન પૂછ્યો

ટોસ પ્રેઝન્ટર મુરલી કાર્તિકે રાહુલને ટોસ જીત્યા પછી પૂછ્યું કે, શું તે તેના કારણે છે કે તેના કારણે? રાહુલે હસીને જવાબ આપ્યો, "તમારા કારણે." ત્યારપછી કાર્તિકે કહ્યું કે, જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે છેલ્લે ટોસ જીત્યો ત્યારે તે ટોસ પ્રેઝન્ટર હતા.

ભારત (IND): કેએલ રાહુલ (કેપ્ટન, વિકેટકીપર), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.

સાઉથ આફ્રિકા (SA): ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રેયાન રિકલ્ટન એડન માર્કરમ, મેથ્યુ બ્રીટ્ઝકી, ડેવાલ્ડ બ્રેવિસ, માર્કો યાન્સેન, કોર્બિન બોશ, કેશવ મહારાજ, ઓટ્ટનીલ બાર્ટમેન અને લુંગી એન્ગિડી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now