હ્યુમન મેટાન્યૂમોવાયરસના નામથી હવે કોઈ અજાણ નથી. ચીનથી ફરી આ વાયરસ દુનિયામાં ફેલાઈ રહ્યો છે.ભારતમાં પણ તેના કેસની પુષ્ટિ થઈ છે. આમ તો વિશેષજ્ઞો કહી રહ્યા છે કે, હ્યુમન એ કોઈ નવો વાયરસ નથી, પરંતુ તેનું અસ્તિત્વ લગભગ 60 વર્ષથી વિશ્વમાં અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે. ડબ્લ્યુએચઓથી લઈને વિવિધ આરોગ્ય સંસ્થાઓએ તેની અસરો અંગે સાવચેત રહેવા જણાવ્યું છે, જો કે તેને કોઈ મોટો ખતરો માનવામાં આવતો નથી.
પહેલા ચીનમાં, પછી ભારતમાં અને હવે કેટલાક અન્ય દેશોમાં HMPVના ફેલાવાને કારણે, તેના ચેપ દરને લઈને ચિંતા છે. એટલું જ નહીં, હ્યુમન મેટાપ્યુમોવાયરસથી સંક્રમિત લોકોમાં, કોરોનાવાયરસથી અસરગ્રસ્ત લોકો જેવું જ ચેપ નોંધવામાં આવ્યું હતું. આ કારણે, HMPVની અસરોની સરખામણી કોવિડ-19 સાથે પણ કરવામાં આવી રહી છે, જે ચીનમાં ઉભરી આવ્યા બાદ વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ ગઈ છે.
દુનિયાના ચીન, મલેશિયા, બ્રિટેન, કઝાખસ્તાનમાં તેની અસર વધારે જોવા મળી રહી છે. ચીનમાં બાળકોમાં આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચીનના હો ચી મિન્હમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. છેલ્લા 10 મહિનામાં 16 થી 18 હજાર કેસ નોંધાઈ રહ્યા છે. મલેશિયામાં 2024 માં આ દેશમાં HMPV ના 327 કેસ નોંધાયા હતા, જે 2023 માં મળી આવેલા કુલ 225 કેસ કરતાં 45 ટકા વધુ છે. જ્યારે કઝાખસ્તાન અને બ્રિટેનમાં પણ કેસ વધતા ખતરો વધી રહ્યો છે.

_b1222bd2-8c9c-4a48-9e2e-c8d677e770cb.jpg)




