Home Tech/Gadgets Know If Anyone Is Spying On You Through Whatsapp

કોઈ કરતું તો નથી ને જાસૂસી?? : કોઈ WhatsApp પર તમારી જાસૂસી તો નથી કરતું ને, જાણો આ ટ્રિક થી..

કોઈ કરતું તો નથી ને જાસૂસી??
Published by: OBS Bureau
Last Updated: Jan 11, 2025, 05:30 AM IST

આ ડિજિટલ યુગમાં જેટલી સુવિધા વધી રહી છે એટલો જ ખતરો પણ. એમાં પણ ઘણી વાર ડિજિટલ જાસૂસીના કિસ્સા પણ સામે આવે છે.ઘણીવાર જાણીતા એપ WhatsAppના માધ્યમથી પણ જાસૂસી કરવામાં આવે છે. વોટ્સએપ પર યુઝર્સની સુવિધા માટે ઘણા ફીચર્સ છે. પરંતુ, જો તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવામાં ન આવે, તો તે નુકસાન પણ કરી શકે છે. આજે અમે તમને એક એવી ટ્રિક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે જાણી શકશો કે કોઈ તમને WhatsApp પર ટ્રેક કરી રહ્યું છે કે નહીં.

WhatsApp પર નવા નવા અપડેટ્સ આવતા જ રહે છે અને યુઝર્સની સુવિધા માટે નવા ફીચર્સ સામેલ થતા રહે છે. WhatsApp પર યૂઝર્સને લાઈવ લોકેશન શેર કરવાનું ફીચર પણ મળે છે. આની મદદથી યૂઝર્સ પોતાનું લાઈવ લોકેશન કોઈ અન્ય યૂઝરને મોકલી શકો છો. અને અન્ય યૂઝરનું લાઈવ લોકેશન પોતાની પાસે મંગાવી શકો છો.આમ તો આ યૂઝફૂલ ફીચર છે પરંતુ તેના મદદથી કોઈ તમારી જાસૂસી પણ કરી શકે છે.

કેવી રીતે થાય છે જાસૂસી?
તમારું લોકેશન શેર કરીને, તે વ્યક્તિ તમને સરળતાથી શોધી શકે છે. પરંતુ, ઘણી વખત એવું બને છે કે લોકો તેમનું લાઈવ લોકેશન શેર કરે છે. પરંતુ, પછીથી તેને બંધ કરવાનું ભૂલી જાઓ. આવી સ્થિતિમાં, તે વ્યક્તિ તમને પાછળથી પણ ટ્રેક કરી શકે છે અને જાણી શકે છે કે તમે ક્યાં છો.એવામાં તમારી પ્રાઈવસી ખતરામાં પડી શકે છે.

આવી રીતે જાણો જાસૂસી થાય છે કે નહીં?
તમારા ફોન પર WhatsApp ખોલો અને હોમ સ્ક્રીનના ઉપરના જમણા ખૂણામાં ત્રણ વર્ટિકલ બિંદુઓ પર ક્લિક કરો. આ પછી સેટિંગ્સ અને પછી પ્રાઈવસી ઓપ્શન અને પછી લાઈવ લોકેશન ઓપ્શન પર ક્લિક કરો. અહીં તમને ખબર પડશે કે તમે કોની સાથે તમારું લોકેશન શેર કર્યું છે. તમે અહીં તમારું લાઈવ લોકેશન પણ બંધ કરી શકો છો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now