Tata Sierra Diesel : Tata Sierra એ લોન્ચ થયા પછીથી જ SUV સેગમેન્ટમાં ધૂમ મચાવી દીધી છે. તેની આકર્ષક કિંમત, સેગમેન્ટ-ફર્સ્ટ ફીચર્સ અને મજબૂત ડિઝાઇન તેને SUV ખરીદદારોમાં વધુને વધુ લોકપ્રિય બનાવી રહી છે. કંપનીએ Tata Sierra ને ₹11.49 લાખની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરી હતી, પરંતુ RTO, વીમા અને અન્ય ચાર્જિસને ધ્યાનમાં લીધા પછી તેની ઓન-રોડ કિંમતમાં નોંધપાત્ર વધારો થાય છે. તો, જો તમે Tata Sierra ડીઝલને ફાઇનાન્સ પર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો, જાણો તેના EMI અને ડાઉન પેમેન્ટની સંપૂર્ણ વિગતો વિશે.
Smart Plus Diesel વેરિઅન્ટની EMI
Tata Sierra નું Smart Plus Diesel વેરિઅન્ટ તેનું બેઝ ડીઝલ મોડલ છે. તેની એક્સ-શોરૂમ કિંમત ₹12.99 લાખ છે, જ્યારે બધા ચાર્જિસને સમાવિષ્ટ કર્યા પછી, તેની ઓન-રોડ કિંમત આશરે ₹14.37 લાખ થાય છે. જો તમે ₹2 લાખનું ડાઉન પેમેન્ટ કરો છો અને બાકીની રકમ પર 5 વર્ષ માટે 10 ટકા વ્યાજ દરે લોન લો છો, તો તમારી માસિક EMI આશરે ₹26,262 હશે.
Pure Diesel વેરિઅન્ટ માટે EMI શું છે?
Pure Diesel મેન્યુઅલ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત ₹14.49 લાખ છે. તેની ઓન-રોડ કિંમત આશરે ₹16.00 લાખ છે. ₹2 લાખના ડાઉન પેમેન્ટ અને 5 વર્ષ માટે 10 ટકા વ્યાજ દરે લોન લો છો, આ મેન્યુઅલ વેરિઅન્ટ માટે EMI આશરે ₹29,730 પ્રતિ માસ હશે.
Pure Diesel AT વેરિઅન્ટની EMI
Tata Sierra Pure Diesel AT ઓટોમેટિક ટ્રાન્સમિશન પસંદ કરતા લોકો માટે એક સારો ઓપ્શન છે. Tata Sierra Pure Diesel AT ની એક્સ-શોરૂમ કિંમત ₹15.99 લાખ છે અને ઓન-રોડ કિંમત આશરે ₹17.66 લાખ છે. ₹2 લાખના ડાઉન પેમેન્ટ અને 5 વર્ષ માટે 10 ટકા વ્યાજ દરે લોન લો છો, તો EMI આશરે ₹33,284 થશે.
Pure Plus Diesel વેરિઅન્ટની EMI
Pure Plus Diesel મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે અને તેની કિંમત પણ ₹15.99 લાખ (એક્સ-શોરૂમ) છે. ઓન-રોડ કિંમત લગભગ ₹17.66 લાખ છે. આ વેરિઅન્ટને ₹2 લાખના ડાઉન પેમેન્ટ અને 5 વર્ષ માટે 10 ટકા વ્યાજ દરે લોન લો છો, તો EMI પણ લગભગ ₹33,284 હશે.
Pure Plus Diesel AT વેરિઅન્ટની EMI
Tata Sierra Pure Plus Diesel AT વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત ₹17.49 લાખ છે. જ્યારે ઓન-રોડ કિંમત લગભગ ₹19.29 લાખ છે. આ વેરિઅન્ટને ₹2 લાખના ડાઉન પેમેન્ટ અને 5 વર્ષ માટે 10 ટકા વ્યાજ દરે લોન લો છો, તો EMI લગભગ ₹36,752 હશે.
Adventure Diesel વેરિઅન્ટ માટે EMI
Adventure Diesel એ Tata Sierra નું મેન્યુઅલ ડીઝલ વેરિઅન્ટ છે. તેની એક્સ-શોરૂમ કિંમત ₹16.49 લાખ છે. ઓન-રોડ કિંમત આશરે ₹18.20 લાખ છે. આ વેરિઅન્ટને ₹2 લાખના ડાઉન પેમેન્ટ અને 5 વર્ષ માટે 10 ટકા વ્યાજ દરે લોન લો છો, તો EMI લગભગ ₹34,440 હશે.
Adventure Plus Diesel વેરિઅન્ટ માટે EMI
Tata Sierra નું Adventure Plus Diesel મેન્યુઅલ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત ₹17.49 લાખ છે. જ્યારે ઓન-રોડ કિંમત આશરે ₹18.97 લાખ છે. આ વેરિઅન્ટને ₹2 લાખના ડાઉન પેમેન્ટ અને 5 વર્ષ માટે 10 ટકા વ્યાજ દરે લોન લો છો, તો EMI લગભગ ₹36,058 હશે.






