Vijay Hazare Trophy 2025-26: ભારતની પ્રતિષ્ઠિત વનડે ટૂર્નામેન્ટ 'વિજય હઝારે ટ્રોફી' 2025-26 ની સિઝન માટે તૈયાર છે. આ વખતે આ ટૂર્નામેન્ટ માત્ર ડોમેસ્ટિક ખેલાડીઓ માટે જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટના દિગ્ગજ સ્ટાર્સના કારણે પણ ચર્ચામાં છે. 24 ડિસેમ્બરથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટમાં ભારતીય રન-મશીન વિરાટ કોહલી અને એક્સ-કેપ્ટન રોહિત શર્મા પણ આ ટુર્નામેન્ટમાં રમતા જોવા મળશે.
ટૂર્નામેન્ટનું આખું માળખું
આ વર્ષે કુલ 32 ટીમો મેદાનમાં ઉતરશે, જેમને 8-8 ના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. 24 ડિસેમ્બરથી શરૂ થઈને 18 જાન્યુઆરી સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટ ભારતના 5 મુખ્ય શહેરોમાં યોજાશે.
15 વર્ષ પછી વિરાટ કોહલીનું ડોમેસ્ટિક ક્રિકેટમાં કમબેક
ક્રિકેટ પ્રેમીઓ માટે સૌથી મોટા સમાચાર એ છે કે, વિરાટ કોહલી છેલ્લે ફેબ્રુઆરી 2010 માં દિલ્હી માટે રમ્યા હતા અને હવે 15 વર્ષ પછી તે ફરીથી પોતાની ડોમેસ્ટિક ટીમ દિલ્હી તરફથી રમતા જોવા મળશે. ખાસ વાત એ છે કે, તેઓ ઋષભ પંતની કેપ્ટનસી હેઠળ મેદાનમાં ઉતરશે. બીજી તરફ, મુંબઈની ટીમમાં રોહિત શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ શાર્દુલ ઠાકુરના નેતૃત્વમાં રમશે.
મેદાન પર ઉતરશે આ સ્ટાર્સ
માત્ર વિરાટ-રોહિત જ નહીં, પરંતુ ભારતીય ટીમના અનેક યુવા સ્ટાર્સ આ વખતે પોતપોતાની રાજ્યની ટીમોનું પ્રતિનિધિત્વ કરશે:
પંજાબ: શુભમન ગિલ, અર્શદીપ સિંહ અને અભિષેક શર્મા.
કર્ણાટક: અનુભવી બેટ્સમેન કે.એલ. રાહુલ.
ઝારખંડ: ઇશાન કિશન (ટીમના કેપ્ટન તરીકે).
હૈદરાબાદ: નીતિશ કુમાર રેડ્ડી (કેપ્ટન).
14 વર્ષનો વાઇસ-કેપ્ટન
આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારું નામ બિહારના વૈભવ સૂર્યવંશીનું છે. માત્ર 14 વર્ષની નાની ઉંમરે વૈભવ સૂર્યવંશી બિહાર ટીમ તરફથી રમશે અને તેને ટીમનો વાઇસ-કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે.
બુમરાહને આરામ
વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આ ટુર્નામેન્ટમાંથી આરામ આપવામાં આવ્યો છે, જેથી તેઓ આગામી આંતરરાષ્ટ્રીય સીરિઝ માટે ફિટ રહી શકે.
વિજય હઝારે ટ્રોફી 2025-26: ગ્રુપ લિસ્ટ
ગ્રુપ A (GROUP A) | ગ્રુપ B (GROUP B) | ગ્રુપ C (GROUP C) | ગ્રુપ D (GROUP D) |
|---|---|---|---|
રાજસ્થાન | બંગાળ | મુંબઈ | દિલ્હી |
મધ્ય પ્રદેશ | બરોડા | પંજાબ | હરિયાણા |
કર્ણાટક | ઉત્તર પ્રદેશ | મહારાષ્ટ્ર | સૌરાષ્ટ્ર |
તમિલનાડુ | હૈદરાબાદ | હિમાચલ પ્રદેશ | ગુજરાત |
ઝારખંડ | વિદર્ભ | ગોવા | સર્વિસીસ |
કેરળ | આસામ | છત્તીસગઢ | ઓડિશા |
ત્રિપુરા | જમ્મુ અને કાશ્મીર | સિક્કિમ | રેલ્વે |
પુડુચેરી | ચંદીગઢ | ઉત્તરાખંડ | આંધ્ર પ્રદેશ |
વિજય હઝારે ટ્રોફી 2025-26: સ્ટેડિયમ લિસ્ટ
શહેર | મેદાનનું નામ (Venue Name) |
|---|---|
અમદાવાદ | નરેન્દ્ર મોદી સ્ટેડિયમ |
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 'B' ગ્રાઉન્ડ | |
ADSA રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડ | |
ગુજરાત કોલેજ ગ્રાઉન્ડ | |
બેંગલુરુ | એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ |
KSCA ક્રિકેટ ગ્રાઉન્ડ, આલુર | |
KSCA ક્રિકેટ (2) ગ્રાઉન્ડ, આલુર | |
KSCA ક્રિકેટ (3) ગ્રાઉન્ડ, આલુર | |
BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ગ્રાઉન્ડ-1 | |
BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ગ્રાઉન્ડ-2 | |
જયપુર | અનંતમ ગ્રાઉન્ડ |
જયપુરિયા વિદ્યાલય ગ્રાઉન્ડ | |
કે.એલ. સૈની ગ્રાઉન્ડ | |
સવાઈ માનસિંહ સ્ટેડિયમ | |
રાજકોટ | સણોસરા ક્રિકેટ ગ્રાઉન્ડ A |
સણોસરા ક્રિકેટ ગ્રાઉન્ડ B | |
નિરંજન શાહ સ્ટેડિયમ C | |
નિરંજન શાહ સ્ટેડિયમ, ખંઢેરી |
વિજય હઝારે ટ્રોફી શિડ્યુલ (24 ડિસેમ્બર)
તારીખ | દિવસ | ટીમ 1 | ટીમ 2 | સ્ટેડિયમ/વેન્યુ |
|---|---|---|---|---|
24 ડિસેમ્બર | બુધવાર | પુડુચેરી | તમિલનાડુ | નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ |
24 ડિસેમ્બર | બુધવાર | ગુજરાત | સર્વિસીસ | KSCA ક્રિકેટ (2) ગ્રાઉન્ડ, આલુર |
24 ડિસેમ્બર | બુધવાર | આંધ્ર | દિલ્હી | એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ |
24 ડિસેમ્બર | બુધવાર | હરિયાણા | રેલ્વે | KSCA ક્રિકેટ (3) ગ્રાઉન્ડ, આલુર |
24 ડિસેમ્બર | બુધવાર | ઓડિશા | સૌરાષ્ટ્ર | KSCA ક્રિકેટ ગ્રાઉન્ડ, આલુર |
24 ડિસેમ્બર | બુધવાર | મહારાષ્ટ્ર | પંજાબ | અનંતમ ગ્રાઉન્ડ, જયપુર |
24 ડિસેમ્બર | બુધવાર | છત્તીસગઢ | ગોવા | જયપુરિયા વિદ્યાલય ગ્રાઉન્ડ, જયપુર |
24 ડિસેમ્બર | બુધવાર | હિમાચલ પ્રદેશ | ઉત્તરાખંડ | કે.એલ. સૈની ગ્રાઉન્ડ, જયપુર |
24 ડિસેમ્બર | બુધવાર | મુંબઈ | સિક્કિમ | સવાઈ માનસિંહ સ્ટેડિયમ, જયપુર |
24 ડિસેમ્બર | બુધવાર | બંગાળ | વિદર્ભ | સણોસરા ક્રિકેટ ગ્રાઉન્ડ A, રાજકોટ |
24 ડિસેમ્બર | બુધવાર | મધ્ય પ્રદેશ | રાજસ્થાન | ADSA રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડ, અમદાવાદ |
24 ડિસેમ્બર | બુધવાર | ઝારખંડ | કર્ણાટક | નરેન્દ્ર મોદી સ્ટેડિયમ B ગ્રાઉન્ડ, અમદાવાદ |
24 ડિસેમ્બર | બુધવાર | કેરળ | ત્રિપુરા | ગુજરાત કોલેજ ગ્રાઉન્ડ, અમદાવાદ |
24 ડિસેમ્બર | બુધવાર | ચંદીગઢ | જમ્મુ અને કાશ્મીર | સણોસરા ક્રિકેટ ગ્રાઉન્ડ B, રાજકોટ |
24 ડિસેમ્બર | બુધવાર | આસામ | બરોડા | નિરંજન શાહ સ્ટેડિયમ C, રાજકોટ |
24 ડિસેમ્બર | બુધવાર | હૈદરાબાદ | ઉત્તર પ્રદેશ | નિરંજન શાહ સ્ટેડિયમ, ખંઢેરી, રાજકોટ |
વિજય હઝારે ટ્રોફી 2025-26 સ્કવોડ
Andhra: નીતિશ કુમાર રેડ્ડી (કેપ્ટન), કે. એસ ભરત, વિકી ભુઈ, અશ્વિન હેબ્બર, શેખ રશીદ, M હેમંત રેડ્ડી, SDNV પ્રસાદ, Y સંદીપ, M ધનુષ, સૌરભ કુમાર, B. વિનય કુમાર, T. વિનય, CH સ્ટીફન, PV સત્યનારાયણ રાજુ, KSN રાજુ, J સાકેથ રામ, CR જ્ઞાનેશ્વર અને CH સંદીપ.
Rajasthan: મુકુલ ચૌધરી, સુમિત ગોદારા, દીપક હુડા, મહિપાલ લોમરોર, માનવ સુથાર, અનિકેત ચૌધરી, ખલીલ અહેમદ, કુકના અજય સિંહ, આકાશ સિંહ, અશોક શર્મા, રાહુલ ચહર, માનેન્દર સિંહ, રામ ચૌહાણ, કરણ લાંબા, આદિત્ય રાઠોડ અને સમરપિત જોશી.
Madhya Pradesh: હરપ્રીત સિંહ, વેંકટેશ ઐયર, સરાંશ જૈન, મંગેશ યાદવ, શુભમ શર્મા, માધવ તિવારી, કુમાર કાર્તિકેય, શિવંગ કુમાર, રાહુલ બાથમ, ઋષભ ચૌહાણ, યશ દુબે, હર્ષ ગવળી, હિમાંશુ મંત્રી, આર્યન પાંડે, રીતિક તાડા અને ત્રિપુરેશ સિંહ.
Karnataka: મયંક અગ્રવાલ (કેપ્ટન), કરુણ નાયર, હર્ષિલ ધર્માણી, દેવદત્ત પડિકલ, કેએલ રાહુલ, બી.આર. શરથ, કૃષ્ણન શ્રીજીત, રવિચંદ્રન સ્મરણ, શ્રેયસ ગોપાલ, અભિનવ મનોહર, મનવંત કુમાર, અભિલાષ શેટ્ટી, શ્રીશા આચાર, પ્રસીધ કૃષ્ણ, વિજયકુમાર વૈશાખ અને ધ્રુવ પ્રભાકર.
Tamil Nadu: નારાયણ જગદીસન (કેપ્ટન), સાઈ સુદર્શન, સી આન્દ્રે સિદ્ધાર્થ, બાબા ઇન્દ્રજીત, બૂપતિ કુમાર, પ્રદોષ રંજન પોલ, સોનુ યાદવ, સન્ની સંધુ, ગુર્જપનીત સિંહ, કાર્તિક મણિકંદન, મોહમ્મદ અલી, સચિન રાઠી, સાંઈ કિશોર, સીવી અચ્યુથ, આતિશ એસ.આર. અને ગોવિન્ત ગણેશ.
Jharkhand: ઇશાન કિશન (કેપ્ટન), કુમાર કુશાગ્ર, પંકજ કુમાર, રોબિન મિન્ઝ, વિરાટ સિંહ, અનુકુલ રોય, ઉત્કર્ષ સિંહ, અમિત કુમાર, બાલ કૃષ્ણ, સુશાંત મિશ્રા, રાજનદીપ સિંહ, સૌરભ શેખર, વિકાસ સિંહ, મોહમ્મદ કૌનૈન કુરૈશી, મનીષી, શિખર મોહન, શરણદીપ સિંહ, શુભ શર્મા અને શુભમ સિંહ.
Kerala: અહમદ ઇમરાન, રોહન કુન્નુમલ, મોહમ્મદ અઝહરુદ્દીન, સલમાન નિઝાર, સંજુ સેમસન, વિષ્ણુ વિનોદ, બાબા અપરાજિત, ઇડન એપલ ટોમ, અંકિત શર્મા, કેએમ આસિફ, એમડી નિધીશ, વિગ્નેશ પુથુર, કૃષ્ણ પ્રસાદ, અભિષેક નાયર, બીજુ નારાયણન, અભિષેક નાયર, અભિજીત પ્રવીણ, અખિલ સ્કારિયા અને શરાફુદ્દીન.
Tripura: ઉદિયન બોઝ, રજત ડે, મણિશંકર મુરાસિંહ, શ્રીદામ પોલ, વિજય શંકર, હનુમા વિહારી, પરવેઝ સુલતાન, રાણા દત્તા, અજય સરકાર, સ્વપ્નિલ સિંહ, સૌરભ દાસ, બિક્રમજીત દેબનાથ, અર્જુન દેબનાથ, સુભમ ઘોષ, સારુક હુસૈન, તેજસ્વી જયસ્વાલ, રિયાઝ ઉદ્દીન, વિકી સાહા, અભિજીત સરકાર, નિરૂપમ સેન, સેન્ટુ સરકાર, અર્કપ્રભા સિંહા અને દેબપ્રસાદ સિંહા.
Puducherry: પુગાઝેન્ડી આકાશ, અમન ખાન, જયંત યાદવ, સિદ્ધાંત અદ્ધતરાવ, આદિલ અયુબ ટુંડા, વેદાંત ભારદ્વાજ, ગૌરવ યાદવ, ન્યાન શ્યામ કંગાયન, આકાશ કરગવે, મારીમુથુ વિકનેશ્વરન, પરમેશ્વરન શિવરામન, પ્રેમરાજ રાજવેલુ, પારસ રત્નપારખે, સિદક સિંહ, મુરુગૈયન શિવમુરુગન, થિવાગર ગોપાલ અને સાગર ઉદેશી.
Bengal: અભિમન્યુ ઈશ્વરન (કેપ્ટન), શાહબાઝ અહેમદ, આકાશ દીપ, સયન ઘોષ, મોહમ્મદ શમી, મુકેશ કુમાર, અંકિત મિશ્રા, વિશાલ ભાટી, ચંદ્રહાસ દાશ, આમિર ગની, સુદીપ કુમાર ઘરામી, સુમન્તા ગુપ્તા, કરણ લાલ, અનુસ્તુપ મજુમદાર, રવિ કુમાર અને સુમિત નાગ.
Baroda: પ્રિયાંશુ મોલિયા, મિતેશ પટેલ, શિવાલિક શર્મા, જીતેશ શર્મા, વિષ્ણુ સોલંકી, કૃણાલ પંડ્યા, આર્યન ચાવડા, હાર્દિક પંડ્યા, અતિત શેઠ, રાજ લિંબાણી, રસિક સલામ, કરણ ઉમટ, નિત્યા પંડ્યા, ભાનુ પાનિયા, અમિત પાસી, મહેશ પીઠિયા, નિનાદ રાઠવા, શાશ્વત રાવત અને લક્ષિત ટોકસીયા.
Uttar Pradesh: અભિષેક ગોસ્વામી, આદર્શ સિંહ, પ્રિયમ ગર્ગ, ધ્રુવ જુરેલ, આર્યન જુયાલ, સમીર રિઝવી, રિંકુ સિંહ, પ્રશાંત વીર, કાર્તિક ત્યાગી, વિપ્રજ નિગમ, ઝીશાન અંસારી, આરાધ્યા યાદવ, વૈભવ ચૌધરી, કાર્તિક યાદવ, કુણાલ ત્યાગી, વિનીત પનવાર અને ઋતુરાજ શર્મા.
Hyderabad: રાહુલ બુદ્ધિ, તન્મય અગ્રવાલ, અમન રાવ, રક્ષન રેડ્ડી, તનય ત્યાગરાજન, રાહુલ સિંહ, અભિરથ રેડ્ડી, અરફાઝ અહેમદ, કાર્તિકેય કાક, નિતેશ રેડ્ડી, નીતિન સાઈ યાદવ, પ્રજ્ઞય રેડ્ડી, પ્રતીક રેડ્ડી, બી પુન્નૈયા, એલગની વરુણ ગૌડ અને ઇલિયાન સથાની.
Vidarbha: શુભમ દુબે, અમન મોખડે, યશ રાઠોડ, રવિકુમાર સમર્થ, ધ્રુવ શોરી, અક્ષય વાડકર, હર્ષ દુબે (કેપ્ટન), નચિકેત ભૂટે, પાર્થ રેખાડે, અથર્વ તાઈડે, યશ ઠાકુર, પ્રફુલ હિન્જ, દર્શન નાલકંડે, ગણેશ ભોંસલે, શિવમ દેશમુખ, યશ કદમ અને દિપેશ પરવાણી.
Assam: શિવશંકર રોય, રાહુલ સિંહ, સુમિત ઘડીગાંવકર (કેપ્ટન), અબ્દુલ અજીજ કુરૈશી, અવિનોવ ચૌધરી, ડેનિશ દાસ, સૌરવ દિહિંગિયા, ભાર્ગબ લહકર, આયુષ્માન માલાકર, મુખ્તાર હુસૈન, નિહાર ડેકા, સ્વરૂપમ પુરકાયસ્થ, રૂહીનંદન પેગુ, પ્રદ્યુન સૈકિયા અને આકાશ સેનગુપ્તા.
Jammu & Kashmir: અબ્દુલ સમદ, પારસ ડોગરા, શુભમ ખજુરિયા, કમરાન ઇકબાલ, આબિદ મુશ્તાક, વિવ્રંત શર્મા, મુરુગન અશ્વિન, આકિબ નબી, યુદ્ધવીર સિંહ, કવલપ્રીત સિંહ, સુનિલ કુમાર, લોન નાસિર, સાહિલ લોત્રા અને યાવેર હસન.
Chandigarh: મનન વોહરા (કેપ્ટન),સંયમ સૈની, સંદીપ શર્મા, અર્જુન આઝાદ, અર્સલાન ખાન, રોહિત ઢાંડા, હાર્દિક ચૌધરી, હરતેજસ્વી કપૂર, જગજીત સિંહ, વિશુ કશ્યપ, અંકિત કૌશિક, નિખિલ ઠાકુર, નિશુંક બિરલા, તરણપ્રીત સિંહ અને તુષાર જોશી.
Mumbai: આકાશ આનંદ, સરફરાઝ ખાન, સિદ્ધેશ લાડ, અંગક્રિશ રઘુવંશી, રોહિત શર્મા, હાર્દિક તમોર, તનુષ કોટિયન, શમ્સ મુલાની, મુશીર ખાન, સૂર્યાંશ શેડગે, શાર્દુલ ઠાકુર (કેપ્ટન), તુષાર દેશપાંડે, ઓંકાર તારમાલે, સિલ્વેસ્ટર ડિ'સોઝા, ઇશાન મુલચંદાની, સાઈરાજ પાટિલ અને ચિન્મય સુતાર.
Punjab: અનમોલપ્રીત સિંહ, સલિલ અરોરા, હરનૂર સિંહ, નમન ધીર, પ્રભસિમરન સિંહ, રમણદીપ સિંહ, ઉદય સહારન, શુભમન ગિલ, અભિષેક શર્મા, સનવીર સિંહ, અર્શદીપ સિંહ, ગુર્નૂર બ્રાર, હરપ્રીત બ્રાર, રઘુ શર્મા, સુખદીપ સિંહ બાજવા, ગૌરવ ચૌધરી, જશનપ્રીત સિંહ અને કૃષ ભગત.
Maharashtra: રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અંકિત બાવને, સચિન ધાસ, નિખિલ નાઈક, પૃથ્વી શો, રાહુલ ત્રિપાઠી, રામકૃષ્ણ ઘોષ, રાજવર્ધન હંગરગેકર, જલજ સક્સેના, અર્શીન કુલકર્ણી, સિદ્ધેશ વીર, સત્યજીત બચ્છાવ, પ્રદીપ દધે, રજનીશ ગુરબાની, વિકી ઓસ્ટવાલ, પ્રશાંત સોલંકી, સિદ્ધાર્થ મ્હાત્રે અને સૌરભ નવલે.
Himachal Pradesh: મૃદુલ સુરોચ (કેપ્ટન), અંકુશ બેન્સ, ઘેનેશ મહાજન, એકાંત સેન, આકાશ વસિષ્ઠ, વૈભવ અરોરા, મયંક ડાગર, અભિષેક કુમાર, અમનપ્રીત સિંહ, આર્યમાન સિંહ, આયુષ જામવાલ, અંકિત કલસી, કુશલ પાલ, મુકુલ નેગી, નીતિન શર્મા, પુખરાજ માન, રોહિત કુમાર અને વિપિન શર્મા.
Goa: દીપરાજ ગાંવકર (કેપ્ટન), સ્નેહલ કૌથણકર, લલિત યાદવ, દર્શન મિસાલ, સુયશ પ્રભુદેસાઈ, વાસુકી કૌશિક, અર્જુન તેંડુલકર, કશ્યપ બખલે, રાજશેખર હરિકાંત, અમૂલ્યા પાંડ્રેકર, શુભમ દેસાઈ, વિકાસ સિંહ, શુભમ તારી, અભિનવ તેજરાના અને અઝાન થોટા.
Chhattisgarh: અમનદીપ ખરે (કેપ્ટન), સંજીત દેસાઈ, આયુષ પાંડે, અજય મંડલ, આદિત્ય સરવતે, શશાંક સિંહ, શુભમ અગ્રવાલ, આશુતોષ સિંહ, હર્ષ સાહુ, સૌરભ મજુમદાર, મયંક વર્મા, મયંક યાદવ, મોહિત રાઉત, રવિ કિરણ, અનુજ તિવારી, વિકલ્પ તિવારી, પ્રતીક યાદવ અને હર્ષ યાદવ.
Sikkim: અંકુર મલિક, ગુરિન્દર સિંહ, ક્રાંતિ કુમાર, અમર ઇકબાલ ભૂટિયા, અમિત રાજેરા, લી યોંગ લેપ્ચા, રોબિન લિમ્બુ, એમ.ડી. સપતુલ્લા, રાહુલ કુમાર, કે સાઈ સાત્વિક, અન્વેષ શર્મા, સિદ્ધાર્થ પ્રસાદ, પાલ્ઝોર તમાંગ અને આશિષ થાપા.
Uttarakhand: કુણાલ ચંદેલા, દીપેશ નેઇલવાલ, યુવરાજ ચૌધરી, મયંક મિશ્રા, અગ્નિવેશ આયાચી, આકાશ માધવાલ, જગદીશા સુચિથ, આરવ મહાજન, અવનીશ સુધા, દેવેન્દ્ર સિંહ બોરા, શાશ્વત ડાંગવાલ, હર્ષિત પાલીવાલ, જગમોહન નાગરકોટી, નવીન કુમાર સિંહ, નિખિલ હર્ષ, સૌરભ રાવત, સંસ્કાર રાવત અને આંજનેય સૂર્યવંશી.
Delhi: ઋષભ પંત (કેપ્ટન), આયુષ બદોની, અનુજ રાવત, પ્રિયાંશ આર્ય, તેજસ્વી દહિયા, યશ ધુલ, વિરાટ કોહલી, નીતિશ રાણા, સાર્થક રંજન, રોહન રાણા, હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ, નવદીપ સૈની, ઇશાંત શર્મા, ઋત્વિક શોકીન, સિમરજીત સિંહ, આયુષ દોસેજા, હર્ષ ત્યાગી, વૈભવ કંડપાલ, દિવિજ મેહરા અને અર્પિત રાણા.
Haryana: અંકિત કુમાર (કેપ્ટન), હિમાંશુ રાણા, આશિષ સિવાચ, યશવર્ધન દલાલ, યુવરાજ સિંહ, સામંત જાખર, નિશાંત સિંધુ, સુમિત કુમાર, રાહુલ તેવતિયા, પાર્થ વત્સ, ઇશાંત ભારદ્વાજ, અંશુલ કંબોજ, અમિત રાણા, અનુજ ઠકરાલ, ભુવન રોહિલા અને મયંક શાંડિલ્ય.
Saurashtra: હાર્વિક દેસાઈ, તરંગ ગોહેલ, ચિરાગ જાની, પ્રેરક માંકડ, યુવરાજ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ચેતન સાકરિયા, રુચિત આહિર, પાર્થ ભુત, સમ્મર ગજ્જર, અંશ ગોસાઈ, વિશ્વરાજ જાડેજા, જય ગોહિલ, હિતેન કણબી, પ્રણવ કારિયા, હેત્વિક કોટક, અંકુર પંવાર અને પાર્શ્વરાજ રાણા.
Gujarat: આર્ય દેસાઈ, સૌરવ ચૌહાણ, ક્ષિતિજ પટેલ, ઉર્વિલ પટેલ, ચિંતન ગજ (કેપ્ટન), અરઝાન નાગવાસવાલા, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઈ, અમિત દેસાઈ, જપજ્ઞ ભટ્ટ, સિદ્ધાર્થ દેસાઈ, અભિષેક દેસાઈ, જયમીત પટેલ, હેમાંગ પટેલ, અહાન પોદ્દાર અને વિશાલ જયસ્વાલ
Services: રજત પાલીવાલ, વિકાસ હાથવાલા, ઇરફાન અલી, મોહિત જાંગરા, મોહિત અહલાવત, નકુલ શર્મા, પુલકિત નારંગ, નીતિન યાદવ, પૂનમ પુનિયા, રાજ બહાદુર, રવિ ચૌહાણ, સાગર દહિયા, અર્જુન શર્મા, અમિત શુક્લા અને નીતિન તંવર.
Odisha: બિપ્લબ સામંત્રે (કેપ્ટન), ગોવિદ પોદ્દાર, અનિલ પરિદા, બાદલ બિસ્વાલ, સંબિત બરાલ, સૌમ્યા લેન્કા, દિનેશ માઝી, ઓમ ટી મુંડે, સંદીપ પટનાયક, દેવબ્રત પ્રધાન, પ્રયાસ સિંહ, રાજેશ મોહંતી, સ્વાસ્તક સમાલ, સૈયદ તુફેલ અહમદ, શાંતનુ મિશ્રા અને આશીર્વાદ સ્વૈન.
Railways: કર્ણ શર્મા (કેપ્ટન), આશુતોષ શર્મા, સૂરજ આહુજા, કુશ મરાઠે, પ્રથમ સિંહ, રવિ સિંહ, ઉપેન્દ્ર યાદવ, અંશ યાદવ, રાજ ચૌધરી, કુણાલ યાદવ, મોહમ્મદ સૈફ, આકાશ પાંડે, સાહેબ યુવરાજ સિંહ, રાહુલ શર્મા, આદર્શ સિંહ અને ઝુબૈર અલી.





















