Home International Know Case Of Looteri Dulhan

આવી દુલ્હનથી તો તોબા તોબા : લગ્નના સાત દિવસમાં જ દુલ્હને આખા પરિવારને આપ્યો દગો,જાણીને ચોંકી જશો...

આવી દુલ્હનથી તો તોબા તોબા
Published by: OBS Bureau
Last Updated: Jan 07, 2025, 04:05 PM IST

લગ્ન કરવું સૌ કોઈનું સપનું હોય છે. આખો પરિવાર મળીને એ સપનું જુએ છે. અને તે સાકાર થયા ત્યારે સૌ કોઈ ખુશ હોય છે. પરંતુ ક્યારેય એવા કિસ્સા સામે આવે છે જ્યારે આ સંબંધ તારતાર થઈ જાય છે. રાજસ્થાનના અજમેરથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.જેમાં લગ્નના સાત જ દિવસમાં દુલ્હન ભાગી ગઈ. પોલીસે એક દુલ્હન અને તેના ત્રણ જૂઠા સંબંધીઓને પકડ્યા છે. લગ્નના સાત દિવસ બાદ જ આખા પરિવારને ઝેર ખવડાવીને છોકરી ઘરેણાં સાથે ફરાર થઈ ગઈ હતી. આ ઘટના મામલે હવે કેસ દાખલ થયો છે અને પોલીસે આખી ગેંગની ધરપકડ કરી છે.

આયોજન સાથે કરતા હતા ચીટિંગ
ધનરાજ નામના એક યુવાનના લગ્ન 1 સપ્ટેમ્બરના રોજ થયા હતા. લગ્ન બાદ તરત જ યુવતી તેના પરિવારને મળવાના નામે ઘરેથી નીકળી ગઈ હતી. ત્રણ-ચાર દિવસ પછી તે પાછી આવી અને 8મી સપ્ટેમ્બરે જ તેણે સંપૂર્ણ પ્લાનિંગ મુજબ ઘરમાં અફડાતફડી મચાવી દીધી. તેણે પરિવારને ઝેરી ખોરાક ખવડાવ્યો હતો. જે ખાધા બાદ પતિ ધનરાજ વૈષ્ણવ અને તેના માતા-પિતા બેભાન થઇ ગયા હતા. બીજા દિવસે બપોર સુધી તે બેભાન જ રહ્યો.

ઝેર આપીને નવો શિકારની શોધમાં
પરિવાર પોતાની રીતે સુધાને લાવવાનો પ્રયાસ કરતો રહ્યો, પરંતુ સુધાએ આવવાની ના પાડી દીધી. હવે પરિવારે 4 જાન્યુઆરીએ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવ્યો અને પોલીસે આખી ગેંગને દબોચી લીધી. આ લોકો નવા દુલ્હાની તલાશમાં હતા અને ઠગાઈ કરવાના હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Russian Military Plane Crash
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ