Home Automobile Know About These Cars From Tata To Renault In A Budget Of 6 Lakhs

આ દિવાળી પર કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? : 6 લાખના બજેટમાં Tata થી લઈને Renault સુધીની આ કારો વિશે જાણો

આ દિવાળી પર કાર ખરીદવાનું વિચારી રહ્યા છો?
Published by: OBS Bureau
Last Updated: Oct 18, 2025, 12:56 PM IST

Know About Some Cars Priced Under ₹6 Lakh: ભારતમાં નવા વાહનો ખરીદવા માટે તહેવારોની મોસમ હંમેશા શુભ માનવામાં આવે છે. ખાસ કરીને ધનતેરશ અને દિવાળી પર લાખો લોકો નવી કાર ખરીદતા જોવા મળે છે. જો તમારું બજેટ ₹6 લાખ સુધીનું હોય, તો આ તમારા માટે યોગ્ય સમય છે. આ વર્ષે, ઘણી કંપનીઓએ સુધારેલા ફીચર અને અપડેટેડ ડિઝાઇન સાથે સસ્તી 5-સીટર SUV અને 7-સીટર ફેમિલી કાર લોન્ચ કરી છે. જાણો ₹6 લાખથી ઓછી કિંમતની કેટલીક કાર વિશે.

Hyundai Exterજો તમે સ્ટાઇલિશ અને બજેટ-ફ્રેન્ડલી SUV શોધી રહ્યા છો, તો Hyundai Exter એક શ્રેષ્ઠ પસંદગી છે. આ મીની SUV તેના પ્રીમિયમ લુક, અદ્યતન ફીચર અને જગ્યા ધરાવતી કેબિન માટે જાણીતી છે. Hyundai Exter ની કિંમત ₹5.68 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે અને તે પેટ્રોલ અને CNG બંને વિકલ્પોમાં ઉપલબ્ધ છે.

Tata PunchTata Punch ભારતની સૌથી વધુ વેચાતી સસ્તી SUV બની ગઈ છે. સપ્ટેમ્બરમાં, તે દેશની પાંચમી સૌથી વધુ વેચાતી કાર હતી. Punch તેની મજબૂત બોડી, વિશ્વસનીય પ્રદર્શન અને મજબૂત ડિઝાઇન માટે ખૂબ સારી માનવામાં આવે. Tata Punch ની કિંમત ₹5.50 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે અને તે પેટ્રોલ અને CNG વેરિઅન્ટમાં પણ આવે છે.

Maruti Suzuki Eecoજો તમારો પરિવાર મોટો છે અને તમે સસ્તા ભાવે મોટી સિટિંગ કેપેસિટીવાળી કાર શોધી રહ્યા છો, તો Maruti Suzuki Eeco તમારા માટે યોગ્ય પસંદગી છે. આ વાન તેની વિશ્વસનીયતા, ઉત્તમ માઇલેજ અને ઓછી જાળવણી માટે જાણીતી છે. Maruti Suzuki Eecoની કિંમત કિંમત ₹5.47 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. તે એવા પરિવારો માટે યોગ્ય છે જેમને રોજિંદા મુસાફરી માટે 6-સીટર કારની જરૂર હોય છે, જે બજેટમાં હોય.

Nissan MagniteNissan Magnite ભારતીય બજારમાં કોમ્પેક્ટ SUV તરીકે ઝડપથી લોકપ્રિય બની ગઈ છે. તેની ડિઝાઇન બોલ્ડ અને મોર્ડન છે, અને તે ઘણી અદ્યતન ફીચર્સ આપે છે. જે તેની કિંમતમાં ખૂબ જ આકર્ષક છે. Nissan Magnite ની કિંમત ₹5.62 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. Nissan Magnite સારી ગ્રાઉન્ડ ક્લિયરન્સ, આરામદાયક બેઠક અને પ્રીમિયમ ઇન્ટિરિયર આપે છે. જો તમે સ્ટાઇલિશ અને વેલ્યુ-ફોર-મની SUV શોધી રહ્યા છો, તો આ એક પર્ફેક્ટ ઓપ્શન છે.

Renault KigerRenault Kiger ભારતીય બજારમાં તેની શાનદાર ડિઝાઇન અને સસ્તી કિંમત માટે જાણીતી છે. GST ઘટાડા બાદ, આ SUV વધુ સસ્તી બની ગઈ છે. Renault Kiger ની કિંમત ₹5.76 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. Renault Kiger ની મોર્ડન ડિઝાઇન યુવાનોને આકર્ષે છે. આ કાર એવા લોકો માટે ખાસ છે, જેઓ સ્ટાઇલ અને પર્ફોર્મન્સ બંને ઇચ્છે છે, એ પણ બધું તેમના બજેટમાં.

Renault Triberજો તમે 7-સીટર ફેમિલી કાર શોધી રહ્યા છો, તો Renault Triber શ્રેષ્ઠ પસંદગી હોઈ શકે છે. આ કાર મોટા પરિવારો માટે યોગ્ય છે, જેમાં પૂરતી જગ્યા, આરામદાયક બેઠકો અને આકર્ષક ડિઝાઇન છે. Renault Triberની કિંમત ₹5.76 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. હાલમાં લોન્ચ કરાયેલ અપડેટેડ મોડલ હવે વધુ પ્રીમિયમ લુક અને શાનદાર ફીચર્સ આપે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now