Home Health-lifestyle Know About Anti Inflammatory Food

ચરબી નહીં ઈન્ફ્લમેશન છે : તમારું વજન નથી વધ્યું પણ એ ઈન્ફ્લેમેશન હોય શકે છે, આ સુપર ફૂડ કરશે મદદ

ચરબી નહીં ઈન્ફ્લમેશન છે
Published by: OBS Bureau
Last Updated: Jan 18, 2025, 02:30 AM IST

વધતો જતો વજન દરેક માટે ચિંતાનો વિષય છે. એમાં પણ આજકાલની ભાગદોડ વાળી જિંદગીમાં વજન મેનેજ કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. એટલે કોઈ કડક ડાઈટના નામ પર ખાવાનું છોડી દે છે તો કોઈ કઠિન વ્યાયામ કરે છે. હવે આટલું બધું કરવાની જરૂર નથી. વધતા વજનને ઓછો કરવા માટે આહારમાં તમારે નીચેની વસ્તુઓ ખાવાથી તમને ફાયદો થશે.

ફળ
તમામ ફળમાં એન્ટીઓક્સીડન્ટ અને વિટામિન ભરપૂર હોય છે. સંતરા, સ્ટ્રોબેરી, જામફળ, સફરજન, ડ્રેગનફ્રૂટ, પપૈયું, તરબૂચ તમારા આહારમાં સામેલ કરી શકો છો. જેનાથી તમને ફાયદો મળશે.

શાકભાજી
રોજ નિયમિત રીતે શાકભાજીનું સેવન કરો. એમાં પણ ખાસ કરીને પાલક, બ્રોકલી, બ્રેસેલ્, સ્પ્રાઉટ્સ, ગાજર ખાઈ શકો છો. એમાં વિટામિન અને ફાયબર, વિટામિન હોય છે. જેનાથી તમારું શરીર સ્વસ્થ રહેશે અને વજન ઓછો થશે

અનાજ
તમે બ્રાઉન રાઇસ, ક્વિનોઆ, ઓટ્સ ખાઈ શકો છો. તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે. અનાજ ખાવાથી પાચન શક્તિ સારી રહે છે. તે બળતરા ઘટાડે છે અને વજનમાં પણ ઘટાડો કરે છે.

પ્રોબાયોટિક્સ
તમે દરરોજ દહીં, કિમચીનું સલાડ, ચોખાના પાણીમાંથી બનાવેલ કાંજી, કોમ્બુચા, ઢોકળા, આથેલા દૂધમાંથી બનાવેલું કીફિર, માખણમાંથી કાઢેલું દૂધ ખાઈ શકો છો. તમને આનો લાભ મળશે. વજન ઝડપથી ઘટશે.

આ સાથે તમારે પાણી પણ વધારે માત્રામાં લેવું જોઈએ. જેથી પાચનમાં મદદ મળતી રહે અને બ્લોટિંગ ન થાય.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now