Home Automobile Kia Carens Cng Launch Price Features

CNG સાથે લૉન્ચ થઈ KIA CARENS : કિંમત 11.77 લાખ રૂપિયાથી શરૂ

CNG સાથે લૉન્ચ થઈ KIA CARENS
Published by: OBS Bureau
Last Updated: Oct 28, 2025, 06:59 AM IST

ભારતીય બજારમાં લોકપ્રિય બ્રાન્ડ Kia હવે વધુ સસ્તું અને ઇકો-ફ્રેન્ડલી ઑપ્શન લઈને આવી છે. કંપનીએ પોતાની લોકપ્રિય MPV Kia Carens ને હવે CNG વિકલ્પ સાથે લૉન્ચ કરી છે. હાલ કંપની તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ડીલરશીપ લેવલ પર આ વિકલ્પ ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.


ડીલરશીપ પરથી મળતી CNG ફિટિંગ

મીડિયા અહેવાલો મુજબ, કિયાએ Carens માટે Lovato CNG સિસ્ટમનો વિકલ્પ રજૂ કર્યો છે. આ આફ્ટરમાર્કેટ કિટ તરીકે ઓફર કરવામાં આવી રહી છે, એટલે કે ગ્રાહકને સીધા ડીલરશીપ પરથી CNG ફિટ કરાવવાની સુવિધા મળશે.


ફીચર્સ અને ડિઝાઇન

Kia Carens CNG વર્ઝનમાં અગાઉની જેમ આકર્ષક ડિઝાઇન અને આરામદાયક કેબિન આપવામાં આવ્યું છે. કારમાં 15 અને 16 ઇંચના એલોય વ્હીલ્સ, હેલોજન લેમ્પ્સ, શાર્ક ફિન એન્ટેના, અને રીઅરવ્યુ કેમેરા જેવી સુવિધાઓ છે.
ઇન્ટિરિયર ભાગમાં 12.5 ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 8 ઇંચ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે, સેમી-લેથરેટ સીટ્સ, અને ટાઇપ-C ચાર્જિંગ પોર્ટ જેવી સુવિધાઓ પણ સામેલ છે. કારને સાત કલર ઑપ્શન સાથે લોન્ચ કરવામાં આવી છે.


સેફ્ટી સુવિધા

કિયા કેરેન્સને સુરક્ષિત ડ્રાઇવિંગ માટે અનેક અદ્યતન ફીચર્સથી સજ્જ કરવામાં આવી છે. તેમાં ABS, EBD, ESC, HAC, VSM, DBC, છ એરબેગ્સ, પાછળના પાર્કિંગ સેન્સર, ડિસ્ક બ્રેક્સ ચારેય વ્હીલ્સ પર, અને ISOFIX ચાઇલ્ડ એન્કરેજ જેવા ડિવાઈસીસ સામેલ છે.


એન્જિન અને વેરિઅન્ટ્સ

Carens ત્રણ અલગ એન્જિન વિકલ્પો સાથે ઉપલબ્ધ છે:

  • Smartstream G1.5 T-GDi 6iMT

  • Smartstream G1.5 6MT

  • 1.5L CRDi VGT 6MT

આ બધા એન્જિન વિકલ્પો CNG કિટ સાથે કોમ્પેટિબલ બનાવવામાં આવ્યા છે જેથી માઇલેજ અને પરફોર્મન્સ વચ્ચે સંતુલન રહે.


કિયાએ Carens CNG માટે કિંમતમાં ₹77,900નો વધારાનો ખર્ચ ઉમેર્યો છે. હવે તેની એક્સ-શોરૂમ કિંમત ₹11.77 લાખથી શરૂ થાય છે. ભારતીય બજારમાં આ MPVનું મુખ્ય પ્રતિસ્પર્ધી મોડેલ Maruti Ertiga CNG છે, જે લાંબા સમયથી ગ્રાહકોની પ્રથમ પસંદગી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now