Home International Keep These Things With You While Driving Vehlicles 7afb0451 0d32 41b7 8202 A8b25a573926

એક મિનિટ જરા આ જોઈ લો : ઘરથી નિકળતા પહેલા આટલી વસ્તુઓ રાખો સાથે, નહીં તો થશે દંડ

એક મિનિટ જરા આ જોઈ લો
Published by: OBS Bureau
Last Updated: Jan 05, 2025, 05:13 AM IST

જો તમે ઘરેથી નિકળો છો અને વાહન પર તમારા ગંતવ્ય સ્થાને જઈ રહ્યો છો.તો આ આર્ટિકલ ખાસ તમારા માટે છે. બે મિનિટમાં તમને જણાવીએ છે કે, તમારે કેટલી વસ્તુઓ તો લઈને જ બહાર નિકળવું જોઈએ. કારણ કે તમારી પાસેથી એ વસ્તુઓ ગમે ત્યારે માંગવામાં આવી શકે છે. આ વસ્તુઓ છે, જે તમારે તમારી સાથે રાખવી જ જોઈએ. જે છે તમારા વાહનને લગતા તમામ કાગળિયાઓ.જે શહેરોમાં પ્રદૂષણ વધારે છે ત્યાં પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ (PUC) હોવું ફરજિયાત માનવામાં આવે છે. હવે તમામ રાજ્યમાં ટ્રાફિકના નિયમોનું પાલન ફરજિયાત કરાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પણ તેનું ચુસ્ત પ્રમાણે પાલન કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે.

આ પ્રમાણપત્ર હોવું ખૂબ જ જરૂરી છે
જો કોઈની પાસે આ પ્રમાણપત્ર નથી તો તેને ચલણ જારી કરી શકાય છે. આ પ્રમાણપત્ર બનાવવા માટે નજીવો ખર્ચ થાય છે.આ બતાવે છે કે તમારું વાહન કેટલું પ્રદૂષણ ફેલાવી રહ્યું છે. પ્રદુષણ ફેલાવતા વાહનો પર ટ્રાફિક પોલીસ નજર રાખે છે.આ પ્રમાણપત્ર ત્યારે જ આપવામાં આવે છે જ્યારે PUC કેન્દ્ર પર ચેકિંગ દરમિયાન વાહન નિર્ધારિત મર્યાદામાં હોવાનું જણાય છે. જો તમારું વાહન પ્રદૂષિત થાય છે, તો વાહનનું સમારકામ અથવા ટ્યુનિંગ જરૂરી છે.

આ કાયદા હેઠળ ચલણ જારી કરવામાં આવશે
જો તમારી પાસે PUC પ્રમાણપત્ર નથી અથવા તેની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે, તો મોટર વાહન અધિનિયમ, 1988 ની કલમ 190 (2) હેઠળ તમારું ચલણ જારી કરવામાં આવશે. આ કાયદામાં 10 હજાર રૂપિયાનો દંડ અથવા 6 મહિનાની જેલ અથવા બંનેની જોગવાઈ છે.

આ ઉપરાંત, પરિવહન વિભાગ પીયુસીની ગેરહાજરીમાં વાહનના માલિકનું લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ પણ કરી શકે છે. જો PUC પ્રમાણપત્ર હોવા છતાં પણ વાહન વધુ પ્રદૂષણ ફેલાવતું હોય તો તમારે 7 દિવસમાં નવું PUC પ્રમાણપત્ર મેળવવું પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Russian Military Plane Crash
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ