Home Utilities Keep These 3 Things In Mind To Make Your Children Good And Successful

Parenting Tips : બાળકોને સારા અને સફળ બનાવવા માટે આ 3 વાતોનું રાખો ધ્યાન

Parenting Tips
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2025, 05:55 PM IST

બાળકો ઘણીવાર જીવનમાં મૂંઝાઈ જાય છે. હાલના સમયમાં બાળકોની આ સ્થિતિ માટે આપણે ટેક્નોલોજીને જવાબદાર માનીએ છીએ. અમારિલો ચિલ્ડ્ર્ન્સ હોમ એક્ઝિક્યુટિવના ડિરેક્ટર બેલિન્ડા પેલેસિયસે બાળકોની માનસિક જરૂરિયાતો અને તેમને મદદ કરવાની રીતો પર રિસર્ચ કર્યું છે.

જે મુજબ નિષ્ણાતોનું કહેવું છે કે બાળકોને તેમની પસંદગી માટે સ્વતંત્ર કરવા સારી વાત છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે જે બાળકો લક્ષ્ય નક્કી કરે છે, તેમને પરિવારનો ટેકો મળે તો પરિણામ સારા આે છે. બાળકોને પોતાના વ્યક્તિગત લક્ષ્ય માટે અધિકાર હોવા જરૂરી છે.

જીવનમાં કંઈક સારું કરવાની ભાવનાથી પ્રેરાવું સારી વાત છે. પરંતુ આવું કરવા માટે બાળકો પર દબાણ ન કરવું જોઈએ. અભ્યાસ હોય કે સ્પોર્ટ્સ, બાળકો પર અપેક્ષાનો ભાર નાખવો યોગ્ય નથી. એના કરતા તમે બાળકને પૂછો કે તેને શું કરવું ગમે છે, અને તે ક્ષેત્રે તેને પ્રોત્સાહન આપો.

આપણી જેમ બાળકો પણ બીજાથી સારા બનવા માગે છે. બળકોની આ જરૂરિયાત અને તેમની સોશિયલ સ્કીલ ડેવલપ કરવાની તક તેમને બીજા બાળકો સાથે રમવાતઈ જ મળે છે. જો કે કેટલાક વર્ષોમાં આ એક્ટિવિટી ખૂબ જ ઓછી થઈ રહી છે. કેટલાક વર્ષો પહેલા બાળકો સ્કૂલની બહાર મળતા અને રમતા હતા. પરંતુ ઈન્ટરનેટે આ બધું સીમીત કરી નાખ્યું છે.

નિષ્ણાતો કહે છે કે બાળકોને તેમની ઉંમરના લોકો સાથે સમય વીતાવવા દેવો જરૂરી છે. આ મજબૂત સંબંધો જ તમારા બાળકને સક્ષમ બનાવશે. તેમને સમજાશે કે તેઓ મિત્રો બનાવી શકે છે, મિત્રતા જાળવી શકે છે. અને તેનાથી પણ વધારે સારી વાત એ છે કે એક વ્યક્તિ તરીકે તે સંબંધોનું મહત્વ સમજશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now