ચાર ધામ યાત્રાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. આ યાત્રા 30 એપ્રિલથી શરૂ થઈ રહી છે. કેદારનાથ ધામના કપાટ 2 મેના રોજ ખોલવામાં આવશે અને બદ્રીનાથ ધામના કપાટ 4 મેના રોજ ખોલવામાં આવશે. એવામાં આ બંને ધામોમાં પૂજા માટે ઓનલાઈન બુકિંગની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. મંદિર સમિતિએ આ અંગે માહિતી આપી છે.
શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) ના મુખ્ય કાર્યકારી અધિકારી વિજય પ્રસાદ થપલિયાલે જણાવ્યું હતું કે ભક્તો મંદિર સમિતિની સત્તાવાર વેબસાઇટ www.badrinath-kedarnath.gov.in પર જઈને પૂજા બુક કરાવી શકે છે. બુકિંગ સુવિધા ૩૦ જૂન ૨૦૨૫ સુધી ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે પૂજા ફીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
કેદારનાથમાં થશે આ પૂજાઓનું બુકિંગ
પૂજાના દર મંદિર સમિતિની વેબસાઇટ પર જોઈ શકાય છે.
જનસંપર્ક અધિકારી ડૉ. હરીશ ગૌરે જણાવ્યું હતું કે ભક્તો ઓનલાઇન માધ્યમથી પૂજાનું બુકિંગ સરળતાથી કરાવી શકે છે. ઈન્ટરનેટ કોઓર્ડિનેટર દીપેન્દ્ર રાવતના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં બદ્રીનાથ ધામ માટે 30% અને કેદારનાથ ધામ માટે 20% પુજા ઓનલાઈન બુક થઈ ગઈ છે. ભક્તોની સુવિધા માટે આ સેવા સફળ સાબિત થઈ રહી છે અને વેબસાઇટનો સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
કયા રાજ્યના લોકોએ સૌથી વધુ રજીસ્ટ્રેશન કરાવ્યું?
હિન્દુ ધર્મના ચાર મુખ્ય તીર્થસ્થળો, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ઉત્તરાખંડમાં સ્થિત છે. અહીં જતા શ્રદ્ધાળુઓ માટે નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. ઉત્તરાખંડ પર્યટન વિભાગની વેબસાઇટ અનુસાર અત્યાર સુધીમાં દેશભરમાંથી ૧૪,૫૪,૫૩૨ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. સૌથી વધુ નોંધણીઓ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાંથી થઈ છે.
ક્યારે ખુલશે કપાટ?
યમુનોત્રી ધામ: ૩૦ એપ્રિલ ૨૦૨૫
ગંગોત્રી ધામ: ૩૦ એપ્રિલ ૨૦૨૫
કેદારનાથ ધામ: ૨ મે ૨૦૨૫
બદ્રીનાથ ધામ: ૪ મે ૨૦૨૫






