ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થાય છે જેમાં હોસ્પિટલમાં દાખલ દર્દીના સ્વસ્થ થવાની કોઈ આશા હોતી નથી. વેન્ટિલેટર વગેરે જેવા જીવનરક્ષક પગલાં પણ તેના પર કોઈ અસર કરતા નથી. આવી સ્થિતિમાં કાયદો ના હોવાના કારણે હોસ્પિટલ અને પરિવારના સભ્યોને અલગ અલગ પીડામાંથી પસાર થવું પડે છે. પરંતુ હવે દેશના એક રાજ્યમાં સન્માનજનક મૃત્યુ માટેના નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે.
સમ્માનજનક રીતે મોતનો અધિકાર...આ અંગે ઘણીવાર ચર્ચા થાય છે. હવે દેશમાં તેની શરૂઆત થઈ ચૂકી છે. જી હા, કર્ણાટકની કોંગ્રેસ સરકારે દર્દીઓને સમ્માનજનક રીતે મૃત્યુનો અધિકાર આપતા સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કર્યો છે. આ સમાચાર દેશભરમાં ફેલાતાં જ લોકોના મનમાં પ્રશ્નો ઉભા થવા લાગ્યા કે આ કેવો અધિકાર હશે. કયા લોકો તેના કાર્યક્ષેત્રમાં આવશે?
પહેલા જાણો કર્ણાટક સરકારનો શું છે નિર્ણય?
કર્ણાટકના આરોગ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જાહેરાત કરી હતી કે રાજ્યના આરોગ્ય વિભાગે દર્દીઓને સમ્માનની સાથે મૃત્યુનો અધિકાર અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશને લાગુ કરવા માટે એક ઐતિહાસિક આદેશ પસાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે વિભાગે એક એડવાન્સ મેડિકલ ડાયરેક્ટિવ (AMD) અથવા 'લિવિંગ વિલ' જાહેર કર્યું છે જેમાં દર્દીઓ ભવિષ્યમાં તેમની સારવાર અંગેની તેમની ઇચ્છાઓ પ્રગટ કરી શકે છે.
કર્ણાટકના મંત્રીએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી સૌથી વધુ એવા લોકોને ફાયદો થશે જેઓ અસાધ્ય રોગોથી પીડાઈ રહ્યા છે અને જેમના સ્વસ્થ થવાની કોઈ આશા નથી. ઉપરાંત જે દર્દીઓને જીવન બચાવનાર સારવાર (વેન્ટિલેટર વગેરે) થી કોઈ લાભ મળી રહ્યો નથી. તેમણે કહ્યું, 'અમે એક એડવાન્સ મેડિકલ ડાયરેક્ટિવ પણ તૈયાર કરી છે, જેમાં દર્દી ભવિષ્યમાં તેની સારવાર અંગેની તેમની ઇચ્છાઓ જાહેર કરી શકે છે.'
કયા લોકો આ કાર્યક્ષેત્રમાં આવશે?
- જે દર્દીઓ હોસ્પિટલમાં છે અને તેમના સ્વસ્થ થવાની આશા નથી.
- જે દર્દીઓ vegetative state છે. માથામાં ગંભીર ઈજા, મગજમાં ઈજા, મગજમાં ઓક્સિજનનો અભાવ વગેરેને કારણે આવી પરિસ્થિતિ ઊભી થાય છે. આવા દર્દીને કંઈ ખબર હોતી નથી.
મંત્રીએ કહ્યું કે આ નિર્ણયથી દર્દીઓના પરિવારજનો અને સંબંધિત લોકોને મોટી રાહત મળશે. દર્દીને પણ સન્માનજનક મૃત્યુ મળશે. અગાઉ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મુખ્ય સચિવ હરીશ ગુપ્તાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પણ ભારતીય બંધારણના અનુચ્છેદ 21 હેઠળ જીવનના અધિકાર હેઠળ ગૌરવ સાથે મૃત્યુ પામવાના અધિકારને માન્યતા આપી છે. આવી સ્થિતિમાં જો સ્વસ્થ થવાની કોઈ આશા ન હોય અથવા સમ્માનજનક રીતે મૃત્યુ સુનિશ્ચિત કરવા માટે જીવન બચાવના પગલાં અસરકારક ન હોય તો સારવાર રોકી કે અથવા બંધ કરી શકાય છે.






