Karnataka CM: કર્ણાટકના રાજકીય પરિદ્રશ્યમાં આજે એક મોટો વળાંક આવ્યો છે, જેમાં ડી.કે. શિવકુમારને કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડી.કે. શિવકુમાર દ્વારા કર્ણાટકના રાજ્યપાલને પત્ર લખીને નવા મંત્રીમંડળના શપથગ્રહણ માટે વિનંતી કરવામાં આવી છે, જેમાં ડૉ. જી. પરમેશ્વરને નાયબ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અનિશ્ચિતતાનો અંત આવ્યો છે અને એક નવા મંત્રીમંડળના ગઠનની પ્રક્રિયા શરૂ થઈ છે.
નવા મંત્રીમંડળમાં કોનો સમાવેશ?
ડી.કે. શિવકુમાર દ્વારા રાજ્યપાલને સોંપવામાં આવેલી યાદી મુજબ, રાજ્યના નવા મંત્રીમંડળમાં અનુભવી નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી તરીકે ડૉ. જી. પરમેશ્વર ઉપરાંત અન્ય ૧૨ જેટલા ધારાસભ્યોને મંત્રી તરીકે શપથ લેવડાવવાની તૈયારી છે. આ યાદીમાં કે.એચ. મુનિયાપ્પા, કે.જે. જ્યોર્જ, એમ.બી. પાટીલ, રામલિંગા રેડ્ડી, સતીશ જારકીહોલી, કૃષ્ણા બાયરેગૌડા, પ્રિયંક ખડગે, યુ.ટી. ખાદર, ઈશ્વર ખંડ્રે, યતીન્દ્ર સિદ્ધારમૈયા, બાયરથી સુરેશ અને શરણ પ્રકાશ પાટીલનો સમાવેશ થાય છે.





