મનોરંજન જગતની જાણીતી અભિનેત્રી કરિશ્મા તન્નાના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કરિશ્મા અને તેના પતિ વરુણ બંગેરા ટૂંક સમયમાં જ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક સુંદર મેટરનિટી શૂટની તસવીરો શેર કરીને આ ખુશખબર ચાહકો સાથે વહેંચી છે.
'Mom' અને 'Dad' લખેલી કેપમાં જોવા મળ્યું કપલ
કરિશ્માએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં તે અને વરુણ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આ ફોટોશૂટમાં બંનેએ મેચિંગ કેપ પહેરી છે, જેમાં કરિશ્માની કેપ પર 'Mom' અને વરુણની કેપ પર 'Dad' લખેલું છે. આ સાથે તેમણે નાના બાળકના બૂટ અને મોજા પકડીને સુંદર પોઝ આપ્યા છે. કરિશ્માએ આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, "એક નાનકડું ચમત્કાર, અમારી સૌથી મોટી ભેટ - ઓગસ્ટ 2026." આ જાહેરાતથી સ્પષ્ટ થાય છે કે તેમના ઘરે ઓગસ્ટ મહિનામાં બાળકનું આગમન થશે.
સેલેબ્સ અને ફેન્સ દ્વારા અભિનંદનનો વરસાદ
કરિશ્માની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના કલાકારોએ તેમને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું છે. દિયા મિર્ઝા, ખુશી કપૂર, જસ્મીન ભસીન અને અનિતા હસનંદાની જેવા અનેક કલાકારોએ કોમેન્ટ સેક્શનમાં પ્રેમ અને આશીર્વાદ વરસાવ્યા છે. ચાહકો પણ કરિશ્માના જીવનના આ નવા તબક્કા માટે ખૂબ જ ઉત્સાહિત છે.






