Virat Kohli on Dhurandhar 2: વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ‘Dhurandhar 2’ (ધુરંધર 2)નો પોતાનો રિવ્યૂ શેર કર્યો છે અને ફિલ્મને “એક અનોખો સિનેમેટિક અનુભવ” ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આવી ફિલ્મ તેઓ અગાઉ ભારતમાં જોઈ નથી. ફિલ્મ જોયા પછી વિરાટે દિગ્દર્શક આદિત્ય ધર અને અભિનેતા રણવીર સિંહ વિશે ખાસ નોંધ લખી.
વિરાટે લખ્યું:
“Hats off to you. You’re a genius.” – આદિત્ય ધરના વિઝન અને આત્મવિશ્વાસની પ્રશંસા કરતાં વિરાટે તેમને સીધા ‘જીનિયસ’ કહ્યા. રણવીર સિંહ વિશે વિરાટે ખાસ કરીને લખ્યું:
“And although all actors were great in their roles BUT @ranveersingh
you have attained a different level after this movie and your performance was beyond brilliant.”
કલાકારોની પણ પ્રશંસા
તેમણે રણવીરના અભિનયને “એક અલગ જ સ્તરે” પહોંચેલો ગણાવ્યો અને “બિયોન્ડ બ્રિલિયન્ટ” કહીને વાહ વાહ કરી. અન્ય કલાકારોની પણ પ્રશંસા કરતાં વિરાટે રણવીરને સ્પેશિયલ મેન્શન આપ્યું.
વિરાટે વધુમાં કહ્યું કે ફિલ્મમાં તમામ પ્રકારની લાગણીઓ છે અને લગભગ 4 કલાકની આ લાંબી ફિલ્મમાં તેમને એક પળ પણ કંટાળો નથી આવ્યો. તેમણે લખ્યું કે આખી ફિલ્મ દરમિયાન તેમણે એક ક્ષણ માટે પણ નજર ફેરવી નથી. ફિલ્મે તેમની આંખોમાં અનેક વખત આંસુ પણ લાવ્યાં હોવાનું તેમણે જણાવ્યું.
આ પણ વાંચો: ફાટેલા જૂતામાં સલમાન ખાન? : ટ્રોલ્સે ઉડાવી મજાક, કારણ અને કિંમત જાણીને ચોંકી જશો!
Dhurandhar 2 કમાણી
‘Dhurandhar 2’ 19 માર્ચ, 2026ના રોજ રિલીઝ થઈ હતી. અત્યાર સુધીમાં ફિલ્મે ભારતમાં ₹1,000 કરોડથી વધુની નેટ કમાણી કરીને ઇતિહાસ રચ્યો છે. તે ભારતીય સિનેમાની પ્રથમ બોલિવુડ ફિલ્મ છે જેણે દેશમાં ₹1000 કરોડનું આંકડો પાર કર્યો છે. વિશ્વવ્યાપી કલેક્શન ₹1,600 કરોડથી વધુ પહોંચી ગયું છે. ફિલ્મમાં રણવીર સિંહ સાથે સંજય દત્ત, અર્જુન રામપાલ, રાકેશ બેદી, સારા અર્જુન જેવા કલાકારો છે.
વિરાટ કોહલીની આ પ્રતિક્રિયાએ ફિલ્મ પ્રત્યે ચાહકોમાં ઉત્સાહ વધુ વધારી દીધો છે. ‘ધુરંધર 2’ હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને વર્ડ-ઓફ-માઉથથી મજબૂત પકડ જાળવી રાખી છે.





