Home Entertainment Kangana Ranaut Say In Honeymoon Murder Case

રાજા હત્યાકાંડમાં કુદી કંગના : કહ્યું-'સોનમ મુર્ખ છે!'

રાજા હત્યાકાંડમાં કુદી કંગના
Published by: OBS Bureau
Last Updated: Jun 11, 2025, 07:41 AM IST

હનિમૂન હત્યાકાંડની સમગ્ર દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. એ સમયે બોલીવુડની ક્વીન અને હંમેશાં વિવાદભરી ટિપ્પણીઓથી ચર્ચામાં રહેતી કંગના રનૌતે પણ આ કેસ પર પોતાની ટિપ્પણી આપી છે.

કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું:
"એક છોકરી પોતાના માતા-પિતાના ડરથી લગ્ન ના કરી શકી, પણ પતિને પતાવવા માટે સુપારી કિલર રાખી શકે છે? આ વાત એટલી ખોટી અને ભયાનક છે કે એની કલ્પના કરવા માત્રથી પણ માથું દુખી જાય. ન તો છૂટાછેડા લીધા, ન તો પ્રેમી સાથે ભાગી – સીધો હત્યાનો રસ્તો પસંદ કરી લીધો? કેટલું નિર્દય, ભયાનક અને મૂર્ખતાથી ભરેલું કામ છે આ. મૂર્ખ લોકોને આપણે સામાન્ય રીતે હાસ્યરૂપમાં લઈએ છીએ, પણ તેઓ ગંભીર ખતરો સાબિત થઈ શકે છે — કેમ કે તેમને ખબર જ નથી હોતી કે તેઓ શું કરી રહ્યા છે."



શું છે આખું હત્યાકાંડ?
મધ્યપ્રદેશના ઈન્દોરના વેપારી રાજા રઘુવંશી તેમના લગ્ન પછી પત્ની સોનમ સાથે હનિમૂન માટે મેઘાલય ગયા હતા. ત્યાં તેમનું મૃતદેહ વેઈસડોંગ વોટરફોલ પાસે મળી આવ્યું. તપાસમાં ખબર પડી કે પત્ની સોનમએ પોતાના પ્રેમી રાજ કુશવાહા સાથે મળીને ભાડાના ગુનેગારો દ્વારા પતિની હત્યાની યોજના બનાવી હતી. તેણીએ હનિમૂન માટે પરિવાર પાસેથી રૂપિયા ૯ લાખ લીધાં અને રાજાને કિંમતી દાગીના સાથે લઈ જવા માટે મનાવ્યું. સોનમએ ગાઝીપુરમાં આત્મસમર્પણ કર્યું છે અને રાજ સહિત અન્ય ચાર આરોપીઓ પણ ઝડપાઈ ચુક્યા છે.

તેવામાં કંગનાની ટિપ્પણી ફરી એકવાર ઇન્ટરનેટ પર ચર્ચાનું કેન્દ્ર બની છે કારણ કે તેમણે આ ઘટનાને માત્ર ગુનો નહિ, પણ મૂર્ખતા ગણાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now