Home Gujarat Kanchido Color Shine Hunting Science Size Photonic Crystal Chameleon

કાચિંડા પાસે છે અનોખું વરદાન! : કાચિંડાના બદલાતા રંગ પણ આપે છે સંકેત, જાણો શું હોય છે મહત્વ

કાચિંડા પાસે છે અનોખું વરદાન!
Published by: OBS Bureau
Last Updated: Feb 10, 2025, 06:16 AM IST

કોઈ વ્યક્તિ વાત પરથી વારંવાર પલટી મારે તો આપણે કહીએ છીએ કે કાચિંડાની જેમ રંગ ના બદલ. પરંતુ ખરેખર આ વાત અને કાચિંડાના રંગ બદલવાને કોઈ નિશ્બત નથી. કાચિંડાના રંગ બદલાવા પાછળ એક ખાસ કારણ હોય છે. પહેલાં તો તમે એ જાણી લો કે કાંચિડો માત્ર રંગ જ નહીં પણ પોતાની ચમક પણ બદલવામાં માહિર હોય છે. તમને પૂછવામાં આવે કે કાચિંડાના કેટલા રંગ હોય છે તો તમે તરજ જ ફટફટ બોલવા લાગો છો. પરંતુ તમને એ ખ્યાલ નહીં હોય કે તે રંગ કેમ બદલે છે, તેનું રહસ્ય શું છે.
કાચિંડાને કુદરતે આપી છે બક્ષીસ
દરેક પ્રાણીઓમાં એક ખુબી હોય છે. તેવી જ રીતે કાચિંડામાં પણ રંગ બદલવાની કુદરતી કળા હોય છે. કાચિંડો પોતાની સુરક્ષા માટે રંગ બદલી શકે છે. ખતરાથી બચવા માટે કાચિંડાને આવું કરવું પડે છે. મોટા ભાગે શિકારીથી બચવા કાચિંડો પોતાના શરીરનો રંગ બદલી નાખતો હોય છે..કાચિંડો જ્યાં બેઠો હોય તે જગ્યાના અને આસપાસની વસ્તુઓ મુજબ પોતાનો રંગ બદલી નાખે છે. જેથી શિકારીની નજરમાં કાચિંડો આવતો નથી. આમ શિકારી પ્રાણીઓથી બચવા કાચિંડાની આ કળા કારગત સાબિત થાય છે.


રંગ બદલવા પાછળ છે વૈજ્ઞાનિક તારણ
એક સંશોધનમાં સામે આવ્યું છે કે કાચિંડો પોતાની આક્રમકતા, ગુસ્સો, અન્ય કાચિંડા પ્રત્યેનો પોતાનો મૂડ બતાવવા રંગ બદલે છે. સાથે જ રંગ બદલી સાંકેતીક ભાષામાં પોતાની લાગણી પણ વ્યક્ત કરે છે. સંશોધનમાં સામે આવ્યું છે કે કાચિંડો પોતાનો રંગ જ નહીં પણ પોતાની ચમક પણ બદલતો હોય છે.


રંગની સાથે કદ પણ બદલે છે કાચિંડો
કોઈ ખતરો લાગે તો કાચિંડો તરજ પોતાના રંગની સાથે કદ પણ બદલી નાખે છે. ફૂલીને પોતાના કદને વિશાળ કરવાની ખાસ કળા કાચિંડા પાસે રહેલી છે. જીવ વૈજ્ઞાનિકોના મત મુજબ રંગ બદલાવા પાછળ કાચિંડો એક શારીરિક પ્રક્રિયા ધરાવે છે. કાચિંડો વાતાવરણ અનુસાર રંગ બદલાવે છે. કારણ કે તેની ત્વચા પર ફોટોનિક ક્રિસ્ટલ નામનુ એક સ્તર હોય છે


આ રીતે રંગની સાથે બદલાય છે ચમક
પ્રકાશના પ્રતિબિંબથી ફોટોનિક ક્રિસ્ટર સ્તર પર અસર થતી હોય છે. જેથી કાચિંડાનો રંગ બદલાયેલો લાગે છે. જયારે કાચિંડો શાંત હોય ત્યારે ક્રિસ્ટલ પ્રકાશના વાદળી તરંગને પરિવર્તિત કરે છે. પરંતુ જ્યારે કાચિંડો ઉત્સાહમાં હોય ત્યારે સ્ફટિકોનું સ્તર વધી જતા પીળા અને લાલ રંગને પરાવર્તિત કરે છે. આમે અલગ અલગ ઋતુ મુજબ રંગ બદલી કાચિંડો પોતાનું રક્ષણ કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now