મધ્યપ્રદેશના શહેરી વહિવટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયને ગુરુવારે મુંબઈની બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સવારે તેઓ નિયમિત તબીબી તપાસ માટે હોસ્પિટલ પહોંચ્યા હતા, પરંતુ પ્રાથમિક તપાસ બાદ ડોક્ટરોએ વધુ નિરીક્ષણ માટે તેમને દાખલ થવાની સલાહ આપી હતી.
મોડી સાંજ સુધી તેમની વિવિધ તબીબી તપાસો હાથ ધરાઈ હતી. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ, કૈલાશ વિજયવર્ગીય છેલ્લા કેટલાક દિવસથી થાક અનુભવી રહ્યા હતા, જેના કારણે ડોક્ટરોએ આરામ લેવાની ભલામણ કરી છે. તબીબોએ જણાવ્યું છે કે તમામ પરીક્ષણોના પરિણામ સામાન્ય છે અને તેમની તબિયત વિશે ચિંતા કરવાની જરૂર નથી.
પરિવારના સભ્યો અને નજીકના સાથીઓએ જણાવ્યું છે કે તેઓ હવે સ્થિર સ્થિતિમાં છે અને આગામી કેટલાક દિવસ આરામ કર્યા બાદ પોતાની નિયમિત કામગીરી શરૂ કરશે.






