Home International Justice B R Gavai Will Become The 52nd Chief Justice Of The Country

જસ્ટીસ બી. આર. ગવઈ બનશે દેશના 52મા ચીફ જસ્ટીસ : રાષ્ટ્રપતિ મુર્મૂની મંજૂરી બાદ થઈ જાહેરાત

જસ્ટીસ બી. આર. ગવઈ બનશે દેશના 52મા ચીફ જસ્ટીસ
Published by: OBS Bureau
Last Updated: Apr 30, 2025, 04:15 AM IST

દેશના સર્વોચ્ચ ન્યાયાલયને આગામી વડા ન્યાયાધીશ મળ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ભૂષણ રામકૃષ્ણ ગવઈની મુખ્ય ન્યાયાધીશ તરીકેની નિમણૂકને મંજૂરી આપી છે. તેઓ હાલના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની 13 મેએ નિવૃતિ પછી 14 મેના રોજ પદભાર ગ્રહણ કરશે. તેઓ અનુસૂચિત જાતિ વર્ગમાંથી ચીફ જસ્ટિસ બનનારા બીજા ન્યાયમૂર્તિ બનશે, પહેલા ન્યાયમૂર્તિ કે. જી. બાલકૃષ્ણન હતા.



મહત્વપૂર્ણ ચુકાદાઓ માટે જાણીતા

જસ્ટિસ ગવઈએ પોતાના કાર્યકાળ દરમિયાન અનેક અસરકારક ચુકાદાઓ આપ્યા છે.

તેઓએ પેહલા એવા ન્યાયમૂર્તિ હતા જેમની આગેવાની હેઠળની બેન્ચે બુલડોઝર કાર્યવાહી માટે રાષ્ટ્રીય માર્ગદર્શિકા ઘડી હતી, જેમાં જણાવ્યું હતું કે મિલકત પર કાર્યવાહી કરતાં પહેલાં ન્યૂનતમ 15 દિવસ પહેલાં નોટિસ આપવી આવશ્યક છે.

હૈદરાબાદના ગાચીબાઉલીમાં જંગલ નષ્ટ થવા અંગે તેમણે રાજ્ય સરકારને એ વિસ્તારને પૂર્વવત્ કરવાની સૂચના આપી હતી અને જણાવ્યું હતું કે જો અધિકારીઓ અવરોધ ઉભો કરશે તો ત્યાં જ જેલ બનાવીને તેમને અટકાવા પણ સજ્જ છે.

SC અનામતમાં પેટાવર્ગીકરણ અંગેના ઐતિહાસિક ચુકાદામાં, તેઓ 7 ન્યાયમૂર્તિઓની બેન્ચમાં સામેલ રહ્યા હતા. તેઓએ પોતાના જુદા અભિપ્રાયમાં જણાવ્યું કે અનુસૂચિત જાતિમાં આવતાં સમાજના સુસ્થિત અને સુસજ્જ લોકોને અનામતનો લાભ સ્વઇચ્છાએ છોડવો જોઈએ.

રાજકીય વારસો ધરાવતી પૃષ્ઠભૂમિ

24 નવેમ્બર, 1960ના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં જન્મેલા જસ્ટિસ ગવઈના પિતા રામકૃષ્ણ ગવઈ રાજ્યપાલ, સાંસદ અને વિધાન પરિષદના સભ્ય તરીકે કામગીરી કરી ચૂક્યા છે. ન્યાયમૂર્તિ ગવઈએ 2003માં બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ 24 મે 2019ના રોજ તેઓ સુપ્રીમ કોર્ટમાં જોડાયા હતા. ચીફ જસ્ટિસ તરીકે તેમનો કાર્યકાળ લગભગ છ મહિનાનો રહેશે, કારણ કે તેઓ 23 નવેમ્બે નિવૃત્ત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video