Home Entertainment Junaid Khan New Film Music Event Mumbai Gauri Spruyt Details

આમિર ખાન સ્ટેજ પર રડી પડ્યો : લાડલા દીકરા જુનૈદની ફિલ્મનું ગીત જોઈ હૈયું ભરાઈ આવ્યું

Aamir Khan broke down on stage watching son Junaid's film song
Published by: Vaishnavi Pathak
Last Updated: Apr 27, 2026, 07:48 AM IST

સ્ટેજ પર છલકાયા પિતાના આંસુ: જુનૈદની ફિલ્મ ‘Ek Din’ ની મ્યુઝિક ઇવેન્ટમાં આમિર ખાન ભાવુક

બોલિવૂડમાં 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' તરીકે ઓળખાતા આમિર ખાન હાલમાં તેના પુત્ર જુનૈદ ખાનના કારણે ચર્ચામાં છે. રવિવારે મુંબઈમાં જુનૈદ ખાનની આગામી ફિલ્મ 'Ek Din' (જે અગાઉ 'એક દિન કી મહેફિલ' તરીકે ઓળખાતી હતી) ની એક ખાસ મ્યુઝિક ઇવેન્ટ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં જ્યારે ફિલ્મના ગીતોની ઝલક બતાવવામાં આવી, ત્યારે પિતા આમિર ખાન પોતાની લાગણીઓ પર કાબૂ ન રાખી શક્યા અને સ્ટેજ પર જ રડી પડ્યા હતા.

આ પણ વાંચો: આમિર ખાનના પુત્ર જુનૈદ અને સાઈ પલ્લવીની કેમેસ્ટ્રી ચમકી! | 'Ek Din' નું રોમેન્ટિક ટીઝર રિલીઝ, જાણો ફિલ્મ કયારે થશે રિલીઝ? | Offbeat Stories

સાઈ પલ્લવીના કર્યા ભારોભાર વખાણ: જાપાનમાં શૂટ થયેલી નવી જોડીની કેમિસ્ટ્રીની બોલબાલા

આ ફિલ્મમાં જુનૈદ ખાનની સાથે સાઉથની લોકપ્રિય અભિનેત્રી સાઈ પલ્લવી મુખ્ય ભૂમિકામાં છે. ઇવેન્ટ દરમિયાન આમિર ખાને સાઈ પલ્લવીના મુક્ત કંઠે વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, "સાઈ અત્યારના સમયની દેશની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે અને તેની સાથે કામ કરવું એ જુનૈદ માટે નસીબની વાત છે." જુનૈદ અને સાઈ પલ્લવીની આ જોડી પહેલીવાર મોટા પડદે સાથે જોવા મળશે, જેનું મોટાભાગનું શૂટિંગ જાપાનના સુંદર લોકેશન પર કરવામાં આવ્યું છે.

‘મહારાજ’ બાદ રોમેન્ટિક અવતારમાં દેખાશે જુનૈદ: વર્ષ 2026 માં બોક્સ ઓફિસ પર ધમાકો કરવા તૈયાર

નોંધનીય છે કે, જુનૈદ ખાને તેની ડેબ્યુ ફિલ્મ 'મહારાજ' થી લોકોના દિલ જીતી લીધા છે. હવે આ નવી ફિલ્મ 'Ek Din' દ્વારા તે પોતાની રોમેન્ટિક ઇમેજ રજૂ કરવા જઈ રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now