Home Entertainment Teaser Of Aamir Khans Son Junaid Khan And Sai Pallavis Romantic Film Ek Din Released

આમિર ખાનના પુત્ર જુનૈદ અને સાઈ પલ્લવીની કેમેસ્ટ્રી ચમકી! : 'Ek Din' નું રોમેન્ટિક ટીઝર રિલીઝ, જાણો ફિલ્મ કયારે થશે રિલીઝ?

આમિર ખાનના પુત્ર જુનૈદ અને સાઈ પલ્લવીની કેમેસ્ટ્રી ચમકી!
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2026, 06:54 AM IST

Ek Din Teaser: આમિર ખાન પ્રોડક્શન્સની આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'એક દિન'નું પોસ્ટર ગઈકાલે (15 જાન્યુઆરી 2026) રિલીઝ થયું હતું, જેમાં જુનૈદ અને સાઈ બરફીલા વાતાવરણમાં આઈસ્ક્રીમ ખાતા અને સ્મિત સાથે ચાલતા દેખાયા છે. આજે (16 જાન્યુઆરી 2026) ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે, જેમાં બંને વચ્ચેની આકર્ષક કેમેસ્ટ્રી અને રોમેન્ટિક ક્ષણો દેખાડવામાં આવી છે.

"મને તારી સ્મિત ખૂબ ગમે છે, મીરા"

ટીઝરમાં જુનૈદ ખાન સાઈ પલ્લવીને કહે છે, "મને તારી સ્મિત ખૂબ ગમે છે, મીરા..." અને બંને બરફીલી ખીણોમાં સાથે સમય વિતાવે છે. ત્યારબાદ સાઈ કહે છે કે ફિલ્મોમાં જાદુ હોય છે પણ વાસ્તવિક જીવનમાં નહીં, જેના જવાબમાં જુનૈદ કહે છે, "ક્યારેક જાદુ થાય છે." આ ટીઝર આમિર ખાન ટોકીઝની યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે અને નેટીઝન્સ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.

સાઈ પલ્લવીનું બોલિવૂડ ડેબ્યૂ અને થાઈ ફિલ્મની રિમેક

આ ફિલ્મ સાઈ પલ્લવીનું બોલિવૂડ ડેબ્યૂ છે, જ્યાં તે મુખ્ય ભૂમિકામાં છે. તેના ઉચ્ચારણમાં દક્ષિણ ભારતીય ટચ જોવા મળે છે, પરંતુ તેની ઓન-સ્ક્રીન હાજરી અને નેચરલ એક્ટિંગ શાનદાર છે. 'એક દિન' 2016ની થાઈ ફિલ્મ 'One Day'ની રિમેક છે, જેના કારણે પોસ્ટર અને ટાઈટલને લઈને થોડી ચર્ચા પણ થઈ છે, પરંતુ ફિલ્મની સ્ટોરી ભારતીય સંદર્ભમાં અનુરૂપ બનાવવામાં આવી છે.

ફિલ્મનું નિર્માણ આમિર ખાન, મનસૂર ખાન અને અપર્ણા પુરોહિત દ્વારા કરવામાં આવ્યું છે. દિગ્દર્શન સુનીલ પાંડેનું છે, જ્યારે સ્ક્રિપ્ટ સ્નેહા દેસાઈ અને સ્પંદન મિશ્રાએ લખી છે. સંગીત રામ સંપતનું અને ગીત ઇર્શાદ કમાલના છે.

રિલીઝ તારીખ: 1 મે 2026'એક દિન' 1 મે 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ એક સુંદર લવ સ્ટોરી છે, જેમાં જીવનના અવ્યવસ્થામાં પણ પ્રેમ મળી શકે છે તેવો સંદેશ છે. જુનૈદ અને સાઈની જોડી ચોક્કસપણે દર્શકોના દિલ જીતશે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now