Home Gujarat Junagadh Green Parikrama Ropeway Closed Due To Bad Weather

આ વર્ષે નહીં યોજાય લીલી પરિક્રમા! : ખરાબ વાતાવરણને કારણે લીલી પરિક્રમા-રોપવે બંધ, 2500 પગથિયાં પાસેથી પટકાવાથી એક યુવકનું મોત

આ વર્ષે નહીં યોજાય લીલી પરિક્રમા!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Oct 31, 2025, 09:32 AM IST

જૂનાગઢ જિલ્લામાં આ વર્ષે ગિરનારની પ્રસિદ્ધ લીલી પરિક્રમા યોજાશે નહીં. સતત વરસેલા વરસાદ અને ખરાબ વાતાવરણના કારણે પરિક્રમાના માર્ગની સ્થિતિ અત્યંત ખરાબ બની ગઈ છે. ગિરનારના પરિક્રમા માર્ગ પર અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાઈ જતાં વાહન વ્યવહાર મુશ્કેલ બન્યો છે, જેના કારણે યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સત્તાવાર રીતે લીલી પરિક્રમાને આ વર્ષે સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ, સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે ગિરનારનો રોપ-વે પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદ અને ધરતી ધોવાણને કારણે રોપ-વેના ટ્રેક અને ટેકનિકલ માળખાને પણ નુકસાન થવાની શક્યતા હોવાના અહેવાલો સામે આવ્યા છે.
પ્રશાસન દ્વારા જણાવાયું છે કે પરિક્રમાનો માર્ગ સંપૂર્ણ રીતે સુધરી જાય ત્યાર બાદ જ આગામી આયોજન અંગે નિર્ણય લેવાશે. દર વર્ષે હજારો ભક્તો અને યાત્રાળુઓ ભાગ લેતા આ ધાર્મિક કાર્યક્રમના રદ થવાથી લોકોમાં નિરાશા ફેલાઈ છે, પરંતુ સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય આવશ્યક ગણાયો છે.

ગિરનાર પરથી યુવક પટકાયો

ગિરનાર પર્વત પર 2500 પગથિયા પાસેથી યુવક યુવક સીડીના બદલે પથ્થરો પરથી ગિરનાર ચઢતો હતો જેમાં પગ લપસવાથી પથ્થર પરથી પટકાયો. માથા પર ઈજા થવાના કારણે યુવકનું મોત થયુ, પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now