Home Entertainment Jubin Nautiyal Secret Wedding With Richa Chandel Viral Photos

જુબિન નૌટિયાલના ગુપ્ત લગ્ન? : ઉત્તરાખંડમાં સાદગીભર્યા લગ્ન અને વાયરલ ફોટોનું સત્ય

Jubin Nautiyal secret marriage ceremony photos from Uttarakhand
Published by: Vaishnavi Pathak
Last Updated: Apr 17, 2026, 09:48 AM IST

શું ખરેખર જુબિન નૌટિયાલ પરણી ગયો છે? સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ

બોલિવૂડના લોકપ્રિય સિંગર જુબિન નૌટિયાલ અત્યારે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ્સ અનુસાર, જુબિને તેની બાળપણની મિત્ર રિચા ચંદેલ સાથે ઉત્તરાખંડમાં ખૂબ જ ખાનગી રીતે લગ્ન કરી લીધા છે. સોશિયલ મીડિયા પર તેના લગ્નના ફોટા વાયરલ થતા ચાહકોમાં આશ્ચર્ય ફેલાયું છે.

પરંપરાગત રીતે થયા લગ્ન

કહેવામાં આવી રહ્યું છે કે જુબિને કોઈ મોટા સેલિબ્રિટી ફંક્શનને બદલે પોતાના વતન ઉત્તરાખંડમાં સાદગીથી લગ્ન કરવાનું પસંદ કર્યું હતું. આ લગ્ન પ્રસંગમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના ૦૫ થી ૧૦ મિત્રો જ હાજર રહ્યા હતા. જુબિન હંમેશા પોતાની અંગત જિંદગીને મીડિયાથી દૂર રાખતો આવ્યો છે, તેથી તેણે આ વાત ગુપ્ત રાખી હોવાનું મનાય છે.

આ પણ વાંચો: OTT પર આ અઠવાડિયે મનોરંજનનો ધડાકો | 16 થી 22 એપ્રિલ દરમિયાન OTT પર રિલીઝ થતી ફિલ્મો અને સીરીઝની યાદી | Offbeat Stories

કોણ છે રિચા ચંદેલ?

રિચા ચંદેલ જુબિનની બાળપણની મિત્ર હોવાનું કહેવાય છે. જોકે, ભૂતકાળમાં જુબિનનું નામ અભિનેત્રી નિકિતા દત્તા સાથે પણ જોડાયું હતું, પરંતુ જુબિને ત્યારે સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર સારા મિત્રો છે. અત્યારે વાયરલ થઈ રહેલા ફોટામાં જુબિન વરરાજાના ડ્રેસમાં જોવા મળી રહ્યો છે, જોકે સિંગર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now