Home International Jobs Upsc 2024 Final Result Declared

UPSC Result 2024 : UPSC સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર, Top 5 માં 2 ગુજરાતી

UPSC Result 2024
Published by: OBS Bureau
Last Updated: Apr 22, 2025, 09:26 AM IST

UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2024નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. upsc.gov.in પર જઈને પરિણામ જોઈ શકાય છે. જેમાં પ્રયાગરાજની શક્તિ દુબેએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. બીજા ક્રમે ગુજરાતની હર્ષિતા ગોયલ અને ચોથા ક્રમે માર્ગી શાહે મેદાન માર્યું છે. UPSC એ કુલ 1009 પસંદ કરેલા ઉમેદવારોની યાદી બહાર પાડી છે. જેમાં જનરલ કેટેગરીના 335 ઉમેદવારો છે. જ્યારે આર્થિક રીતે નબળા વિભાગ (EWS)માંથી 109 ઉમેદવારો અને OBC શ્રેણીમાંથી 318 ઉમેદવારો છે.

UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2024 માટે ઇન્ટરવ્યુ 17મી એપ્રિલ સુધી યોજાયા હતા. ઇન્ટરવ્યુ રાઉન્ડ 7 જાન્યુઆરીથી શરૂ થયો હતો. મુખ્ય પરીક્ષા પાસ કરનારા 2845 ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા.

સિવિલ સર્વિસ પરીક્ષા 2024 હેઠળ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશને IAS, IPS સહિતની વિવિધ સેવાઓમાં 1132 પોસ્ટ માટે અરજીઓ મંગાવી હતી. અગાઉ મૂળ નોટિફિકેશનમાં 1056 જગ્યાઓ ખાલી હતી. પરંતુ બાદમાં ખાલી જગ્યા વધારવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video