Home Sports Jersey Buying Spree In Vadodara Ahead Of India New Zealand Match

ભારત-ન્યૂઝીલેન્ડ મેચ પહેલા વડોદરામાં જર્સીની ધૂમ ખરીદી! : 15 વર્ષ પછી વડોદરામાં ઇન્ટરનેશનલ મેચનો રોમાંચ

ભારત-ન્યૂઝીલેન્ડ મેચ પહેલા વડોદરામાં જર્સીની ધૂમ ખરીદી!
Published by: OBS Bureau
Last Updated: Jan 10, 2026, 09:38 AM IST

Cricket enthusiasm in Vadodara: આગામી 11 જાન્યુઆરીના રોજ વડોદરાના કોટંબી સ્થિત બીસીએ (BCA) સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રોમાંચક વનડે (ODI) મેચ રમાવા જઈ રહી છે. વડોદરાને 15 વર્ષ પછી ઇન્ટરનેશનલ મેચની યજમાની મળી હોવાથી શહેરભરમાં 'ક્રિકેટ ફિવર' જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓના આગમન સાથે જ ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો છે.ટીમની જર્સી ખરીદી માટે પડાપડીમેચને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા માટે ફેન્સમાં જર્સી અને ટોપીની ભારે માંગ જોવા મળી રહી છે. વડોદરાના એલેમ્બિક રોડ અને ગેંડા સર્કલ જેવા મુખ્ય વિસ્તારોમાં દુકાનો તેમજ નાના સ્ટોલ્સ પર ક્રિકેટ પ્રેમીઓની ભારે ભીડ ઉમટી રહી છે. આખું શહેર જાણે 'બ્લુ' રંગમાં રંગાઈ જવા તૈયાર હોય તેવો માહોલ સર્જાયો છે.ફેવરિટ ખેલાડીઓનો ક્રેઝમાત્ર પ્લેન જર્સી જ નહીં, પરંતુ ફેન્સ પોતાના મનપસંદ ખેલાડીઓના નામવાળી જર્સી માટે ખાસ આગ્રહ રાખી રહ્યા છે. જેમાં ખાસ કરીને એક્સ-કેપ્ટન રોહિત શર્મા, ટીમ ઈન્ડિયાના સુપર સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયાના યુવા સ્ટાર, ODI અને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલના નામ અને નંબર ધરાવતી જર્સીની સૌથી વધુ માંગ છે. બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકો સ્ટેડિયમમાં પોતાની ટીમને સપોર્ટ આપવા માટે ખાસ તૈયારીઓ કરી રહ્યા છે.

વેપારીઓમાં આનંદનો માહોલ

આ ઇન્ટરનેશનલ મેચ માત્ર ફેન્સ માટે જ નહીં, પરંતુ લોકલ વેપારીઓ માટે પણ દિવાળી જેવો માહોલ લઈને આવી છે. લાંબા સમય પછી વડોદરામાં મોટી મેચ યોજાતી હોવાથી રમતગમતના સાધનો અને કપડાંના વેપારીઓના વેચાણમાં મોટો ઉછાળો આવ્યો છે. સ્ટેડિયમની આસપાસના રસ્તાઓ પર વેપાર ધમધમી રહ્યો છે અને વેપારીઓ પણ આ ગ્રાહકી જોઈને ખુશખુશાલ છે.

યાદગાર બનશે મુકાબલો

11 જાન્યુઆરીએ જ્યારે કોટંબી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો આમને-સામને ટકરાશે, ત્યારે હજારોની સંખ્યામાં ઉમટનારા બ્લુ જર્સીધારી ફેન્સનો અવાજ ગુંજી ઉઠશે. વડોદરાના ક્રિકેટ પ્રેમીઓનો આ જોશ ચોક્કસપણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું મનોબળ વધારશે અને આ મેચ વડોદરાના રમત ઈતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ તરીકે નોંધાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now