દુનિયાભરમાં ઓફ-રોડિંગ માટે SUV જાણીતી છે. Jeep એ તેની નવી Wrangler Willys 392 2026 એડિશન રજૂ કરી છે. આ કાર માત્ર લુકમાં જ નહીં પણ પાવરની બાબતમાં પણ બેજોડ છે. જો તમે એડવેન્ચર અને પાવરફુલ એન્જિનના શોખીન છો, તો આ સ્પેશિયલ એડિશન V8 ઓફ-રોડર ખાસ તમારા માટે બનાવવામાં આવી છે. જાણો આ પાવરફૂલ SUV ના ફીચર્સ અને કિંમત વિશેની માહિતી.
રેટ્રો લુક અને આકર્ષક ડિઝાઇન
નવી Wrangler Willys 392 એડિશનને જૂની અને ઓરિજિનલ 'Willys' જીપની યાદ અપાવે તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે. તેના હૂડ (બોનેટ) પર મોટા અક્ષરોમાં 'Willys' લખેલું છે, જે તેને મિલિટરી વાહન જેવો લુક આપે છે. આ ઉપરાંત, ટેઇલગેટ પર રેટ્રો '4-વ્હીલ ડ્રાઇવ' ગ્રાફિક્સ આપવામાં આવ્યા છે, જે તેને વિન્ટેજ લુક આપે છે.
એન્જિન અને પાવરફુલ પરફોર્મન્સ
આ SUV ની સૌથી મોટી તાકાત તેનું એન્જિન છે. તેમાં 6.4-લિટરનું Hemi V8 એન્જિન આપવામાં આવ્યું છે, જે 470hp નો પાવર અને 637Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ કાર એટલી ફાસ્ટ છે કે, માત્ર 6.8 સેકન્ડમાં 0 થી 60 mph ની સ્પીડ પકડી લે છે. તેના એન્જિનનો અવાજ પણ ખૂબ જ દમદાર છે.
ઓફ-રોડિંગ માટે ખાસ ફીચર્સ
ખરાબ રસ્તાઓ પર ચાલવા માટે આ SUV માં 35-ઇંચના BFGoodrich KO2 ટાયર્સ અને 11.1 ઇંચનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં આવ્યું છે. સુરક્ષા માટે આગળ-પાછળ સ્ટીલ બમ્પર્સ અને રોક રેલ્સ છે, જે પથરાળ રસ્તાઓ પર ગાડીને નુકસાન થવા દેતા નથી. તેમાં હેવી-ડ્યુટી એક્સલ અને ઇલેક્ટ્રોનિક લોકીંગ સિસ્ટમ જેવા ફીચર્સ પણ મળે છે.
પ્રીમિયમ ઇન્ટિરિયર અને ફીચર્સ
અંદરની બાજુએ, આ કાર લક્ઝરી અને કમ્ફર્ટથી ભરપૂર છે. તેમાં હીટેડ નાપ્પા લેધર સીટ્સ અને મનોરંજન માટે Alpine ની 9-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ આપવામાં આવી છે. આ મોડલ એક નવા ખાસ 'Goldilocks' (પીળા) કલરમાં પણ ઉપલબ્ધ છે.
કિંમત અને ઉપલબ્ધતા
અમેરિકાના માર્કેટમાં આ સ્પેશિયલ એડિશનની શરૂઆતની કિંમત $71,990 (આશરે ₹65.2 લાખ) રાખવામાં આવી છે. આ કિંમતમાં તમને પાવરફુલ V8 એન્જિન અને રેટ્રો સ્ટાઇલનું શાનદાર કોમ્બિનેશન મળે છે.




















