Home International Jeep Wagoneer A Gift To India In 1965 It Is Still A Center Of Attraction Today

JEEP WAGONEER : 1965માં ભારતને મળેલી ભેટ આજે પણ આકર્ષણનું કેન્દ્ર

JEEP WAGONEER
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 15, 2025, 10:55 AM IST

ભારતે 79મો સ્વતંત્રતા દિવસ ગૌરવપૂર્ણ ઉજવ્યો ત્યારે, લાલ કિલ્લા પરના ગાર્ડ ઓફ ઓનર વચ્ચે એક વિન્ટેજ જીપ વેગોનિયરે સૌનું ધ્યાન ખેંચ્યું. દિલ્હી વિસ્તારના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ ભાવનીશ કુમારને આ વિન્ટેજ કારથી ઔપચારિક પરેડ માટે લાલ કિલ્લા સુધી લઈ જવાયા.

આ ખાસ વેગોનિયર 1965માં ભૂટાનના રાજાએ તત્કાલીન રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનને ભેટ આપી હતી, જે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધનું પ્રતિક છે. વર્ષ 2000માં ભારતીય સેનામાં સામેલ કરાયેલી આ 4x4 કાર મૂળ 1962થી 1991 સુધી ઉત્પાદનમાં રહી હતી અને SUV કારના ડેવેલપમેન્ટમાં મોટી ભૂમિકા ભજવી હતી.

આજે, ભારતીય સેનાની આ વિન્ટેજ જીપને ફોર્ડ એન્ડેવર 2500CC એન્જિનથી અપગ્રેડ કરવામાં આવી છે જેથી તે સારુ પરફોર્મ કરી શકે. દર વર્ષે સ્વતંત્રતા દિવસે, મુખ્યાલયથી લાલ કિલ્લા સુધીનો તેનો ઔપચારિક પ્રવાસ લશ્કરી શિસ્ત અને ઐતિહાસિક ગૌરવનો અનોખો સંગમ બની રહે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now