Home Gujarat Jcp Jayesh Brahmabhatt Gave Details On High Profile Liquor Party In Ahmedabad

'10 દારૂની બોટલ અને 11 બિયરના ટીન.., 18 વ્યક્તિ ઝડપાયા' : અમદાવાદમાં હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પર પોલીસના દરોડા મામલે JCP જયેશ બ્રહ્મભટ્ટે વિગતો આપી

'10 દારૂની બોટલ અને 11 બિયરના ટીન.., 18 વ્યક્તિ ઝડપાયા'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2026, 01:35 PM IST

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા ગુલબાઈ ટેકરા નજીક ચાલી રહેલી એક હાઈ-પ્રોફાઇલ મહેફિલ પર દરોડો પાડવામાં આવ્યા હતા. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં મહેફિલમાં અચાનક પોલીસ પહોંચતા ભારે ચકચાર મચી ગઈ હતી.

'18 વ્યક્તિ ઝડપાયા'

પોલીસ દરોડા દરમિયાન હુક્કા, દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. સ્થળ પરથી 18 જેટલા વ્યક્તિઓ નશાની હાલકમાં ઝડપાયા હતા, જેમને પોલીસ દ્વારા કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તમામ પકડાયેલા વ્યક્તિઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે તેમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

'મુખ્ય આરોપી અને મુખ્ય આયોજક કુશલ ઉપેન્દ્ર શાહ'

આ સમગ્ર મામલે JCP જયેશ બ્રહ્મભટ્ટે માહિતી આપતાં જણાવ્યું હતું કે, પોલીસને અગાઉથી બાતમી મળી હતી અને તેના આધારે જ રેડ પાડવામાં આવી. આ મહેફિલનો મુખ્ય આરોપી અને મુખ્ય આયોજક કુશલ ઉપેન્દ્ર શાહ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઉત્તરાયણ પર્વને લઈને આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

(JCP જયેશ બ્રહ્મભટ્ટ)

'10 દારૂની બોટલ અને 11 બિયરના ટીન..,

પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી 10 દારૂની બોટલો અને 11 બિયરના ટીન ખાલી હાલતમાં મળી આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 43 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now