જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક સુરક્ષા દળોએ ઘૂસણખોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. સેનાએ ગુરુવારે જણાવ્યું હતું કે આ દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા છે.
ગુરેઝ સેક્ટરમાં ઓપરેશન
સેનાના શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલી ગુપ્ત માહિતીના આધારે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે ગુરેઝ સેક્ટરમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું."
ગોળીબારમાં બે આતંકવાદી ઠાર
સેનાએ કહ્યું કે, ઘૂસણખોરીના પ્રયાસને સમજીને, સતર્ક સૈનિકોએ ઘૂસણખોરોને પડકાર ફેંક્યો. જવાબમાં, આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. સેનાએ વધુમાં કહ્યું, "સૈનિકોએ વળતો જવાબ આપ્યો અને અસરકારક રીતે ગોળીબાર કર્યો અને બે આતંકવાદીઓને ઠાર માર્યા." અધિકારીએ કહ્યું કે, ''વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે''.






