Home International Jaishankar Defends India Russia Ties Putin Visit Us Reaction Veto Statement

રશિયા સાથેના સંબંધો પર જયશંકરનો અમેરિકાને સીધો સંદેશ : 'કોઈને પણ આપણા સંબંધો પર વીટો વાપરવાનો હક નથી'

રશિયા સાથેના સંબંધો પર જયશંકરનો અમેરિકાને સીધો સંદેશ
Published by: OBS Bureau
Last Updated: Dec 06, 2025, 04:15 PM IST

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ગુરુવાર અને શુક્રવારે ભારતની બે દિવસીય મુલાકાતે હતા. આ દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મહત્વના મુદ્દાઓ પર સહમતિ સધાઈ હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે પુતિનની ભારત મુલાકાતને કારણે અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગી ભારત પ્રત્યે વધી શકે છે. જોકે, વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કર્યું છે કે જિયોપોલિટિક્સના તમામ ઉતાર-ચઢાવ વચ્ચે રશિયા સાથે ભારતના સંબંધો સૌથી સ્થિર અને મજબૂત રહ્યા છે.

અમેરિકાને સ્પષ્ટ સંદેશ

એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, "કોઈપણ દેશ માટે બીજા દેશ સાથેના ભારતના સંબંધો પર 'વીટો' (Veto) વાપરવો કે રોક લગાવવી તે ખોટું છે." તેમના આ નિવેદનને અમેરિકા માટેના સીધા સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે.

શું અમેરિકા નારાજ છે?

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું પુતિનની આ હાઈ-લેવલ મુલાકાતથી અમેરિકા સાથેના ભારતના સંબંધો મુશ્કેલીમાં આવશે? ત્યારે તેમણે જવાબ આપ્યો કે, "હું પુતિનના નિષ્પક્ષ મૂલ્યાંકન માટે પશ્ચિમી મીડિયા (Western Press) પાસે નહીં જાઉં."

70-80 વર્ષોનો મજબૂત ઈતિહાસ

જયશંકરે કહ્યું કે છેલ્લા 70-80 વર્ષોમાં દુનિયાએ ઘણા ઉતાર-ચઢાવ જોયા છે, પરંતુ ભારત અને રશિયાના સંબંધો વિશ્વના સૌથી મજબૂત સંબંધોમાંના એક રહ્યા છે.

  • ચીન કે યુરોપ સાથે રશિયાના સંબંધોમાં ઉતાર-ચઢાવ આવ્યા છે, તેમજ ભારતના અન્ય દેશો સાથેના સંબંધોમાં પણ આવું થયું છે.

  • પરંતુ ભારત-રશિયા સંબંધોમાં લોકોની ભાવનાઓ જોડાયેલી છે જે આ સંબંધોની સ્થિરતા દર્શાવે છે.

'ભારતે પોતાના હિત માટે ઊભા રહેવું પડશે'

જયશંકરે ભારપૂર્વક કહ્યું કે ભારતે પોતાના ફાયદા માટે મક્કમ રહેવું જોઈએ. તેમણે કહ્યું કે, "કોઈપણ દેશની કૂટનીતિ (Diplomacy) બીજા કોઈને ખુશ કરવા માટે નથી હોતી." સાથે જ તેમણે સ્પષ્ટતા કરી કે અમેરિકા સાથે પણ વાતચીતમાં કોઈ કમી નથી અને યુએસ સાથે ભારતની ટ્રેડ ડીલ (Trade Deal) પણ ટૂંક સમયમાં પૂરી થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now