Home Gujarat Jafarabad Kadiyali Love Affair Murder Case Amreli

જાફરાબાદમાં ખળભળાટ : પ્રેમસંબંધનો લોહિયાળ અંત, યુવકની હત્યા મામલે પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા

Amreli News
Published by: Viral Patel
Last Updated: Jun 13, 2026, 06:52 AM IST

Amreli News: જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામમાં પ્રેમસંબંધના મામલે એક યુવકની હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. યુવતીને મળવા ગયેલા યુવક પર યુવતીના પિતા સહિતના શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

વડોદરાનાં ફાયરિંગ કેસમાં 24 કલાકમાં પોલીસને મળી સફળતા : 4 હિસ્ટ્રીશીટર ઝડપાયા, પિસ્તોલ-તલવારોનો જથ્થો જપ્ત

શું છે ઘટનાની વિગત

મળતી માહિતી મુજબ, રાજેશભાઈ લક્ષ્મણભાઈ બાંભણિયા નામનો યુવક કડીયાળી ગામે યુવતીને મળવા માટે ગયો હતો. આ દરમિયાન યુવતીના પરિવારજનોને જાણ થઈ ગઈ હતી. ઉશ્કેરાયેલા યુવતીના પિતા અને અન્ય કેટલાક લોકોએ રાજેશભાઈને પકડી લીધા હતા અને તેમના પર લાકડીઓ તથા અન્ય હથિયારો વડે ઢોર માર માર્યો હતો.

સારવાર દરમિયાન તોડી દમ

હુમલાખોરોએ યુવકને એટલી હદે માર માર્યો હતો કે તે લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો. ઘટના બાદ ગંભીર હાલતમાં રાજેશભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ એટલી ગંભીર હતી કે ટૂંકી સારવાર બાદ તેમણે દમ તોડ્યો હતો.

સુરતમાં જાહેરમાં યુવકનું ઢીમ ઢાળી દેવાના કેસનો ઉકેલાયો ભેદ : સુરત ક્રાઈમ બ્રાન્ચે 4 આરોપીને ઝડપ્યા

પોલીસ કાર્યવાહી

આ મામલે જાફરાબાદ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મૃતકના પરિવારની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધ્યો છે. યુવતીના પિતા સહિત અન્ય સંડોવાયેલા શખ્સોની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પ્રેમસંબંધ જેવી બાબતોમાં કાયદો હાથમાં લેવાની આ વૃત્તિએ વધુ એક પરિવારનો દીકરો છીનવી લીધો છે."

પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આ હુમલામાં અન્ય કેટલા લોકો સામેલ હતા અને હત્યા પાછળ અગાઉથી કોઈ કાવતરું ઘડવામાં આવ્યું હતું કે કેમ.

ઓનલાઈન ઓર્ડર કરનારાઓ સાવધાન! : સુરતમાં બ્રાન્ડેડ સામાનના નામે ચાલતા કૌભાંડનો થયો પર્દાફાશ


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now