Home Sports Jacob Bethell Viral Photos Indian Girl Rumours

કોણ છે આ ભારતીય છોકરી જેના પર મોહી પડ્યો RCBનો સ્ટાર ક્રિકેટર? : જાણો ભારતીય હસીના અને ક્રિકેટરની હકીકત

Ankita Patel
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: Jun 20, 2026, 01:58 PM IST

Englishman fell in love with an Indian girl : ઈંગ્લેન્ડના યુવા અને પ્રતિભાશાળી ક્રિકેટર જેકબ બેથેલ બેથેલ આ દિવસોમાં રમતની સાથે સાથે પોતાની પર્સનલ લાઇફને લઈને પણ ભારે ચર્ચામાં આવી ગયા છે. સોશિયલ મીડિયા પર તેમની કેટલીક તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ એક ભારતીય છોકરી સાથે જોવા મળી રહ્યા છે. આ ફોટો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર એવી અફવાઓ શરૂ થઈ ગઈ છે કે જેકબ બેથેલ કોઈ ભારતીય છોકરીને ડેટ કરી રહ્યા છે અને તેના પ્રેમમાં પડી ગયા છે.

વાયરલ તસવીરોની હકીકત

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જેકબ બેથેલના બે ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં તેઓ એક છોકરી સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે. એક ફોટોમાં બંને એકબીજાને ગળે લગાવતા હોય તેવો પોઝ આપી રહ્યા છે, જ્યારે બીજા ફોટોમાં જેકબ બેથેલ તે છોકરીને કિસ કરી રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ બંને તસવીરોમાં બંનેના ચહેરા સંપૂર્ણપણે અને સ્પષ્ટ રીતે જોઈ શકાતા નથી, જેના કારણે ફેન્સમાં આ સસ્પેન્સ વધુ વધી ગયું છે.

આ પણ ખાસ વાંચો : IND vs AFG; ચેપોકમાં ભારતને જીતવા મળ્યો 219 રનનો ટાર્ગેટ : 36 રન પર 4 વિકેટ… પછી પણ 218 સુધી કેવી રીતે પહોંચી અફઘાનિસ્તાન?

સંબંધો અંગે સસ્પેન્સ

આ વાયરલ તસવીરો બાદ ફેન્સ એ જાણવા માટે ખૂબ જ આતુર છે કે શું જેકબ બેથેલ ખરેખર રિલેશનશિપમાં છે? જોકે, હજુ સુધી આ બાબતે કંઈ પણ સ્પષ્ટ કહી શકાય તેમ નથી. ક્રિકેટર જેકબ બેથેલ કે વાયરલ થઈ રહેલી છોકરી, બંનેમાંથી કોઈએ પણ આ અફવાઓ પર જાહેરમાં કોઈ વાત કરી નથી. બંને પક્ષો તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કે નિવેદન આવ્યું ન હોવાથી, તેમના વચ્ચે માત્ર સારી મિત્રતા છે કે પ્રેમ, તે માત્ર એક અટકળ જ બની રહ્યું છે.

આ પણ ખાસ વાંચો : FIFAમાં મોં ઢાંકવા બદલ પહેલી વાર અપાયું રેડ કાર્ડ : રેફરીના નિર્ણયથી ખેલાડીઓ પણ ચોંક્યા, સોશિયલ મીડિયા પર શરૂ થઈ ભારે ચર્ચા

કોણ છે અંકિતા પટેલ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ રોમેન્ટિક તસવીરો 'Houseofankita' નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી છે. આ પેજની વિગતો મુજબ, આ ભારતીય છોકરીનું પૂરું નામ અંકિતા પટેલ છે અને તે મુંબઈની રહેવાસી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ 4,000 જેટલા ફોલોઅર્સ છે. વ્યવસાયની વાત કરીએ તો, અંકિતા એક પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ છે જે જાણીતા સેલિબ્રિટીઝને તૈયાર કરવાનું કામ કરે છે.

આ પણ ખાસ વાંચો : કોણ છે ભારતીય મૂળની ઓસ્ટ્રેલિયન ક્રિકેટર Ira Aery? : શાનદાર પ્રદર્શનની સાથે સુંદરતાથી આ સુંદરીએ લોકોને મંત્રમુગ્ધ કર્યા

જેકબ બેથેલનું ક્રિકેટ કરિયર

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનું ભવિષ્ય ગણાતા 22 વર્ષીય જેકબ બેથેલનું ક્રિકેટ કરિયર અત્યાર સુધી ખૂબ જ શાનદાર રહ્યું છે. તેમણે ઈંગ્લેન્ડ માટે અત્યાર સુધીમાં 7 ટેસ્ટ, 21 વનડે અને 31 T20I મેચ રમી છે. જેમાં તેમણે ધમાકેદાર પરફોર્મન્સ કરીને અનુક્રમે 496, 603 અને 697 રન બનાવ્યા છે. આ સિવાય, જેકબ બેથેલ IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ટીમનો ભાગ હતા, જે ટીમે આ વર્ષે સતત બીજી વખત IPLનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now