Home National Isro Dae Collaboration Advanced Lunar Lander Technology Survive 200 Days

સ્પેસ રિસર્ચમાં નવો ઇતિહાસ રચવા માટે તૈયાર : ISRO અને DAE આવ્યા સાથે

ISRO will make a lander that can stay on the Moon for 200 days
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 14, 2026, 05:10 AM IST

સ્પેસ રિસર્ચમાં નવો ઇતિહાસ રચવા માટે ISRO અને DAE આવ્યા સાથે

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) ના ચેરમેન વી નારાયણને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે ISRO એ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી (DAE - પરમાણુ ઊર્જા વિભાગ) સાથે એક ખાસ ભાગીદારી કરી છે. આ જોડાણનો મુખ્ય હેતુ એક અદ્યતન આર્ટિફિશિયલ હીટિંગ સિસ્ટમ (કૃત્રિમ હીટિંગ સિસ્ટમ) વિકસાવવાનો છે, જે લૂનર લેન્ડરને ચંદ્ર પરની અતિશય થીજવી દેતી ઠંડીથી બચાવશે.

બેંગલુરુમાં આયોજિત CSIR-RISE કોન્ક્લેવને સંબોધિત કરતા ISRO ચીફે સ્પષ્ટતા કરી હતી કે, ચંદ્રયાન 3 નું લેન્ડર 'વિક્રમ' સોલર એનર્જી (સૌર ઊર્જા) પર ચાલતું હતું, જેના કારણે તે ચંદ્ર પર માત્ર 14 દિવસ જ કામ કરી શક્યું હતું. હવે, નવું લેન્ડર એટોમિક એનર્જી ટેક્નોલોજીની મદદથી ચંદ્ર પર 200 દિવસ સુધી જીવંત રહી શકશે. આ નવી ટેક્નોલોજી ભવિષ્યના લાંબા ગાળાના ચંદ્ર મિશનો માટે ગેમ-ચેન્જર સાબિત થશે.

ચંદ્રની ભયાનક રાતો અને તાપમાનનો પડકાર

ચંદ્ર પર દિવસ અને રાત બંને પૃથ્વીના 14-14 દિવસ જેટલા લાંબા હોય છે. દિવસ દરમિયાન ત્યાં તાપમાન 121 સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, જ્યારે રાત્રે તે માઈનસ 129 સેલ્સિયસ સુધી નીચે ગગડી જાય છે. આ ભયાનક ઠંડીમાં સામાન્ય મશીનો કામ કરવાનું બંધ કરી દે છે, જેને કારણે હવે આ ખાસ પરમાણુ હીટર્સની મદદ લેવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ISROને ઐતિહાસિક સફળતા! | ચંદ્રયાન-2એ શોધ્યા બરફના મજબૂત નિશાન, શું મળશે પાણીનો ભંડાર? | Offbeat Stories

સ્પેસ મેડિસિન અને અન્ય મહત્વના સહયોગ

વી નારાયણે વધુમાં જણાવ્યું કે, ISRO અને કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) એ સાથે મળીને ટેક્નોલોજીના 40 ક્ષેત્રોની ઓળખ કરી છે. જેમાંથી પ્રથમ તબક્કામાં 17 ક્ષેત્રોને મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

આ ઉપરાંત, ભારતના મહત્વાકાંક્ષી 'ગગનયાન' હ્યુમન સ્પેસફ્લાઇટ મિશન માટે 'સ્પેસ મેડિસિન' તૈયાર કરવા ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી તેમજ પ્રાઇવેટ સેક્ટર સાથે પણ કરાર કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર Axiom 4 મિશન દરમિયાન ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા દ્વારા કરવામાં આવેલા માઇક્રોગ્રેવિટી પ્રયોગો માટે ISRO એ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી સાથે પણ સફળતાપૂર્વક કામ કર્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now