Home International Israel Benjamin Netanyahu Says No Ceasefire Until It Sees Hostage List

Gaza ceasefire: હમાસ પાસેથી માગી બંધકોની સંપૂર્ણ લિસ્ટ : લિસ્ટ મળ્યા પહેલાં યુદ્ધવિરામ નહીં

Gaza ceasefire: હમાસ પાસેથી માગી બંધકોની સંપૂર્ણ લિસ્ટ
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2025, 07:33 AM IST

ઈઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ હમાસ સાથેના સીઝ ફાયરમાં અડચણ ઉભી કરી છે. તેમણે હમાસ પાસેથી બંધકોની સંપૂર્ણ લિસ્ટ માગી છે. તે લોકોની હાલત કેવી છે તે પણ પુછવામાં આવ્યું છે. નેતન્યાહુએ કહ્યું કે ઈઝરાયેલ સીઝફાયરનું પાલન નહીં કરે જ્યાં સુધી બંધકોની યાદી નહીં મળે. આજે ત્રણ બંધકોને મુક્ત કરવામાં આવશે અને તે પહેલાં ઈઝરાયેલે સંપૂર્ણ યાદી માગી છે. ઈઝરાયલી મીડિયાએ 33 બંધકોની લાંબી યાદી જાહેર કરી છે. પરંતુ તેની પુષ્ટિ નથી થઈ.

નેતન્યાહુએ કહ્યું કે ઈઝરાયેલ ક્યારેય પણ સમજૂતીના ઉલ્લંઘનને સહન નહીં કરે. આની સંપૂર્ણ જવાબદારી હમાસ પર છે. અગાઉ ઈજિપ્તે જાહેરાત કરી હતી કે ઈઝરાયેલ 33 બંધકોની સામે 1890 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. તો પહેલાં ઈઝરાયેલના ન્યાય મંત્રાલયે 734થી વધુ કેદીઓ અને બંધકોની યાદી બહાર પાડી હતી. અને પછી સમાચાર આવ્યા કે 737 કેદીઓને મુકેત કરવામાં આવશે. અને હવે સામે આવ્યું કે 1890 કેદીઓ છે જેમાં સેનાએ કસ્ટડીમાં લીધેલા લોકોનો પણ સમાવેશ થાય છે. કેદીઓને કેવી રીતે મુક્ત કરવામાં આવશે અથવા એક સમયે કેટલા કેદીઓ બહાર આવશે તે હજુ સ્પષ્ટ નથી.

હાઈ પ્રોફાઈલ કેદી પણ છુટશે
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમજૂતીના પ્રથમ તબક્કામાં ઇઝરાયલની જેલમાંથી મુક્ત થનારા સૌથી હાઇ પ્રોફાઇલ પેલેસ્ટિનિયન કેદીઓમાંના એક ઝકારિયા ઝુબૈદી છે. શરણાર્થી શિબિરમાં ઉછરેલા 49 વર્ષીય ઝુબૈદી જેનિન શહેરમાં અલ-અક્સા શહીદ બ્રિગેડ નામના આતંકવાદી સંગઠનનો નેતા રહી ચૂક્યો છે. આત્મઘાતી હુમલો, હત્યા અને વિસ્ફોટક લગાવવા સહિતના અનેક કેસમાં તેને જેલમાં મોકલવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક