Home Health-lifestyle Is Water Good For Weight Loss What Does Ayurveda And Science Say

વજન ઘટાડવા માટે જમતા પહેલા પાણી પીવું કેટલું યોગ્ય? : જાણો આયુર્વેદ અને વિજ્ઞાન શું કહે છે?

વજન ઘટાડવા માટે જમતા પહેલા પાણી પીવું કેટલું યોગ્ય?
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 12:42 PM IST

Weight Loss: જો તમે વજન ઓછું કરવા માંગતા છો તો વજન ઘટાડવાના ઘણા નિયમો છે. તેમાંથી એક પાણી પીવાનો નિયમ છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે, જો તમારે વજન ઓછું કરવું હોય, તો જમતા પહેલા ઘણું પાણી પીવો અને પછી પેટ પાણીથી ભરાઈ જાય છે જેના કારણે આપણે ખોરાક ઓછો લઈ શકીએ. પરંતુ શું આવું કરવું યોગ્ય છે?

હાર્વર્ડની સ્ટડી અને આયુર્વેદ આ વિશે શું કહે છે

આયુર્વેદના એક્સપર્ટ જમતા પહેલા પાણી પીવાથી શું થાય છે તે વિશે જણાવ્યું છે કે, તે જ સમયે, હાર્વર્ડની સ્ટડીમાં પણ બહાર આવ્યું છે કે, જમતા પહેલા પાણી પીવાથી વજન ઘટાડવા પર કોઈ ખાસ અસર થતી નથી. જાણો હાર્વર્ડની સ્ટડી અને આયુર્વેદ આ વિશે શું કહે છે.

આયુર્વેદ શું કહે છે?

શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે, જમવાના અડધા કલાક પહેલા પાણી ન પીવું જોઈએ. આયુર્વેદ અનુસાર, ખોરાકને પચાવવા માટે પેટમાં આગ હોય છે. જો આપણે જમતા પહેલા પાણી પીએ તો આ આગ ધીમી પડી જાય છે, અને ખોરાક યોગ્ય રીતે પચતો નથી. જેના કારણે પાચન સંબંધિત ઘણી સમસ્યાઓ થવા લાગે છે જેમ કે અપચો, ગેસ.

હાર્વર્ડની સ્ટડી શું કહે છે?

હાર્વર્ડની સ્ટડીમાં 3 સિદ્ધાંતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાંથી એક એ છે કે, જ્યારે લોકોને તરસ લાગે છે, ત્યારે તેઓ ઘણીવાર માની લે છે કે તેઓ ભૂખ્યા છે. જો આ સમયે પાણી પીધું હોય, તો ઓવરઇટિંગ ટાળી શકાય છે. બીજો સિદ્ધાંત કહે છે કે, પાણી પીવાથી વજન ઓછું થાય છે. વાસ્તવમાં, ખોરાક ખાતા પહેલા પાણી પીવાનો આ સિદ્ધાંત ફક્ત વજન ઓછું કરવા માટે જ કામ કરે છે. અને ત્યારે તેની સાઈડએફેક્ટ પર કોઈ ચર્ચા કરવામાં આવી નથી. ત્રીજો સિદ્ધાંત જમવાના પહેલાં પાણી પીવાના વિચારને સંપૂર્ણપણે અસ્વીકારે છે. હાલની સ્ટડીમાં કોઈ પુરાવા મળ્યા નથી કે, ભોજન પહેલાં પાણી પીવાથી કેલરી બર્ન થાય છે. તેથી જો તમે વજન ઘટાડવા અને કેલરી બર્ન કરવા માંગો છો, તો ભોજન પહેલાં પાણી પીવાથી કોઈ ફાયદો થશે નહીં. તેનાથી વિપરીત, આયુર્વેદ અનુસાર, પાચન પ્રક્રિયા ધીમી પડી જશે અને તમે નબળા પડી જશો.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now