Home Education/Career Is It A Crime To Tear Pages Of Passport To Hide Travel History

થાઈલેન્ડની ટૂર છુપાવવા પાસપોર્ટના પાના ફડાય? : શું કહે છે ઈમિગ્રેશન ઓફિસર?

થાઈલેન્ડની ટૂર છુપાવવા પાસપોર્ટના પાના ફડાય?
Published by: OBS Bureau
Last Updated: Jan 25, 2025, 05:42 AM IST

કોઈપણ દેશથી અન્ય દેશમાં જવા માટે પાસપોર્ટ જરૂરી હોય છે. કોઈપણ પ્રવાસી પાસપોર્ટ વગર બીજા દેશમાં જઈ ના શકે. તમે ઘણી વખત સાંભળ્યું હશે જ્યાં લોકો ખાનગી રીતે નજીકના લોકોને જાણ કર્યા વગર વિદેશ પ્રવાસ કરે છે. પરંતુ સવાલ એ છે કે શું વિદેશ યાત્રા છુપાવવા માટે પાસપોર્ટનું પેજ ફાડી શકાય છે.

પાસપોર્ટ સાથે છેડછાડ ના કરાય
ઈમિગ્રેશન અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાસપોર્ટ સાથે ચેડાં કરવો એ એક ગુનો છે. કેટલાક પ્રવાસીઓ તેમની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા તેમના પાસપોર્ટમાંથી પેજ ગાયબ કરી દે છે. પરંતુ હકિકતમાં અધિકારીઓને ખબર પડી જ જાય છે. કારણ કે તમામ ડેટા ઓનલાઈન ઉપ્લબ્ધ હોય છે. આ સિવાય તમામ પ્રકારના પાસપોર્ટમાં એક સરખા પેજ હોય ​​છે, તેનાથી ઓછા પેજ હોય ​​તો પણ અધિકારીઓને શંકા જાય છે.

શું પાસપોર્ટમાંથી પેજ ફાડવા ગુનો છે?
પાસપોર્ટમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરવી તે સજાપાત્ર ગુનો છે. અને આકરી સજા પણ થઈ શકે છે. એટલુ જ નહીં પણ તમારી આવનારી વિદેશ યાત્રાને પણ અસર થઈ શકે છે. IGI એરપોર્ટની સુરક્ષા સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાસપોર્ટમાં કોઈપણ પ્રકારની છેડછાડ ના માત્ર તમારી વિદેશ યાત્રામાં અવરોધ બની શકે છે, પરંતુ પાસપોર્ટ એક્ટની કલમ 12 હેઠળ તમને જેલમાં પણ મોકલી શકે છે.

પાસપોર્ટનું બાઈંડિંગ મજબૂત
પાસપોર્ટનું બાઈંડિંગ જાતે જ ખુલી ના શકે. પરંતુ જો કોઈ કારણસર પાસપોર્ટની સ્ટીચ ખુલી જાય, તો તમારે જાતે પાસપોર્ટ સ્ટીચ કરવાને બદલે પાસપોર્ટ ઓફિસનો સંપર્ક કરવો જોઈએ. જાતે જ સ્ટીચ કરવાથી તમારી સામે કાર્યવાહી થઈ શકે છે અને જેલ પણ જવુ પડી શકે છે.

પાસપોર્ટમાં કેટલા પાના હોય છે?
ભારતીય પાસપોર્ટ બે કેટેગરીના હોય છે. પ્રથમ કેટેગરીમાં 36 પેજના પાસપોર્ટ છે, જ્યારે બીજી કેટેગરીમાં 60 પેજનો પાસપોર્ટ છે. તમારા પાસપોર્ટના તમામ 36 અથવા 60 પેજ ઇમિગ્રેશન બ્યુરોની તપાસ દરમિયાન પાસપોર્ટમાં હોવા જરૂરી છે. જો પાસપોર્ટમાંથી એક પેજ પણ ખૂટે છે, તો માત્ર તમારી વિદેશ યાત્રામાં જ અવરોધ નહીં આવે પણ જેલ પણ જવુ પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now