Home International Iranian Warship Iris Dena Sunk In Torpedo Attack By Us Submarine

US સબમરીનના ટોર્પિડો હુમલામાં ઈરાની યુદ્ધ જહાજ ડૂબ્યું : 87 ખલાસીઓના મોત, 100થી વધુ ગુમ

US સબમરીનના ટોર્પિડો હુમલામાં ઈરાની યુદ્ધ જહાજ ડૂબ્યું
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2026, 04:57 AM IST

Iran-America tensions: ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવમાં ખતરનાક વળાંક આવ્યો છે. ભારતમાં આયોજિત મિલાન 2026 નૌકા કવાયતમાં ભાગ લીધા બાદ ઘરે પરત ફરી રહેલા ઈરાની નૌકાદળના ફ્રિગેટ IRIS દેનાને હિંદ મહાસાગરમાં શ્રીલંકાના દરિયાકાંઠે (ગાલેની નજીક આંતરરાષ્ટ્રીય પાણીમાં) અમેરિકી સબમરીન દ્વારા ટોર્પિડો હુમલાથી ડુબાડી દેવામાં આવ્યું છે. શ્રીલંકાની નૌકાદળે 87 મૃતદેહો બહાર કાઢ્યા અને 32 ખલાસીઓને બચાવ્યા છે. જહાજ પર લગભગ 180 ખલાસીઓ હોવાનો અંદાજ છે, જેમાંથી 148 હજુ ગુમ છે અને તેમના બચવાની આશા ઓછી છે.

ઈરાની જહાજને ટોર્પિડોથી ડૂબાડી દેવામાં આવ્યું

અમેરિકી ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથએ પેન્ટાગોનમાં આ હુમલાની પુષ્ટિ કરીને કહ્યું કે, "અમેરિકી સબમરીને આંતરરાષ્ટ્રીય પાણીમાં સુરક્ષિત માની રહેલા ઈરાની જહાજને ટોર્પિડોથી ડૂબાડી દેવામાં આવ્યું – આને 'શાંત મૃત્યુ' કહી શકાય." તેમણે આને બીજા વિશ્વયુદ્ધ પછી સબમરીન દ્વારા દુશ્મન જહાજને ટોર્પિડો મારીને ડુબાડવાની પ્રથમ ઘટના ગણાવી. પેન્ટાગને હુમલાનો બ્લેક એન્ડ વ્હાઇટ વીડિયો જાહેર કર્યો છે, જેમાં પેરિસ્કોપ દ્વારા વિસ્ફોટ અને જહાજના ડૂબવાનું દૃશ્ય સ્પષ્ટ દેખાય છે. આ લશ્કરી ઇતિહાસમાં અભૂતપૂર્વ છે અને યુદ્ધની નવી રણનીતિને દર્શાવે છે.

ઈરાન-અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષ

આ હુમલો ઈરાની જહાજની ભારતથી પરત ફરતી સફર દરમિયાન થયો છે, જ્યાં તે મિલાન 2026 (ભારતીય નૌકાદળની આંતરરાષ્ટ્રીય કવાયત)માં ભાગ લીધો હતો. નિષ્ણાતો માને છે કે અમેરિકી સબમરીને જહાજની હિલચાલ પર નજર રાખી હતી. આ ઘટનાએ ઈરાન-અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષને હિંદ મહાસાગર સુધી વિસ્તાર્યો છે અને વૈશ્વિક તણાવ વધાર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now