Home International Iran Vs America America Made A Major Buildup By Sending 50 Fighter Jets In 24 Hours

ઈરાન - અમેરિકા તણાવ ચરમસીમાએ! : અમેરિકાએ 24 કલાકમાં 50 થી વધુ ફાઇટર જેટ મોકલ્યા, ખામેનેઈની ધમકી, કહ્યું- "એટલો જોરદાર હુમલો કરીશું કે તમે ફરી ઊભા ન થઈ શકો!"

ઈરાન - અમેરિકા તણાવ ચરમસીમાએ!
Published by: OBS Bureau
Last Updated: Feb 18, 2026, 03:25 AM IST

Iran-US tensions: પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે! અમેરિકાએ છેલ્લા 24 કલાકમાં જ 50 થી વધુ ફાઈટર જેટ (જેમાં F-22, F-35 અને F-16નો સમાવેશ થાય છે) મધ્ય પૂર્વમાં તૈનાત કર્યા છે. આને ઈરાનની આસપાસ અમેરિકન નૌકાદળ અને વાયુસેનાના મોટા બિલ્ડઅપ તરીકે જોવામાં આવી રહ્યું છે. પહેલેથી જ અમેરિકાએ બે યુદ્ધ જહાજો (એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ્સ સહિત USS Abraham Lincoln અને USS Gerald R. Ford) વિસ્તારમાં મોકલ્યા છે, જેમાં હવે વધુ ફાઈટર જેટની ઉમેરો થયો છે. આ બધું ઈરાન સાથે ચાલી રહેલી અણુ કાર્યક્રમ અંગેની વાતચીત વચ્ચે થઈ રહ્યું છે.

આ દરમિયાન ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈએ સોશિયલ મીડિયા પર અને ભાષણમાં કડક ધમકી આપી છે:"અમેરિકન વિનાશક જહાજો ખતરનાક છે, પરંતુ તેમને ડુબાડી દેવાનું હથિયાર તેનાથી પણ વધુ ખતરનાક છે. વિશ્વની સૌથી શક્તિશાળી સેના પણ એટલા જોરદાર હુમલાનો ભોગ બની શકે છે કે તે ફરી ઊભી ન થઈ શકે!"

બંને દેશો વચ્ચેનો તણાવ વધી રહ્યો છે

ખામેનેઈએ વધુમાં કહ્યું કે અમેરિકા ઈરાનને નષ્ટ કરી શકશે નહીં અને તેમની સેનાને "એવો તાકાતવાર ફટકો" મળશે કે તે પુનઃપ્રાપ્ત થઈ શકશે નહીં.આ બંને દેશો વચ્ચેનો તણાવ વધી રહ્યો છે, જ્યારે જિનેવામાં અણુ વાતચીત ચાલુ છે. શું આ ધમકીઓ અને લશ્કરી તૈયારીઓ યુદ્ધ તરફ દોરી જશે? વિશ્વની નજર આ પર ટકેલી છે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now