Home International Iran Safe Route Map Strait Of Hormuz Mine Threat

“20 લાખ ડોલર ચુકવો, સેફ રૂટ મેળવો” : હોર્મુઝ સ્ટ્રેટની ખાડીમાં મરીન માઇનના ખતરા વચ્ચે જહાજો માટે “સેફ રૂટ” નકશો જાહેર

માઇન જોખમ વિસ્તાર
Published by: Viral Patel
Last Updated: Apr 09, 2026, 03:00 PM IST

Hormuz Strait news: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે વિશ્વના સૌથી મહત્વના સમુદ્રી માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ ફરી એકવાર વૈશ્વિક ચિંતા બની ગયો છે. તાજેતરમાં ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) સાથે જોડાયેલા મીડિયા પ્લેટફોર્મોએ એક નવો “સેફ શિપિંગ રૂટ મેપ” જાહેર કર્યો છે, જેમાં જહાજોને માઇનના સંભવિત ખતરાથી બચવા માટે વૈકલ્પિક માર્ગ બતાવવામાં આવ્યા છે. આ પગલાંથી દુનિયાભરમાં તેલ સપ્લાય, વેપાર અને સુરક્ષા અંગે નવા પ્રશ્નો ઊભા થયા છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં શું થયું?

રિપોર્ટ મુજબ ઈરાનની ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા પ્રકાશિત ચાર્ટમાં એક વિસ્તારને “ડેજર ઝોન” તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો છે. શંકા છે કે આ વિસ્તારમાં સમુદ્રી માઇન (naval mines) મૂકવામાં આવી શકે છે, જે જહાજો માટે મોટું જોખમ બની શકે છે. આ કારણે જહાજોને સલામત રીતે પસાર થવા માટે નવા માર્ગ સૂચવવામાં આવ્યા છે. નકશામાં દર્શાવાયેલા માર્ગો મુખ્ય શિપિંગ લેનથી થોડા અલગ છે જેથી સંભવિત માઇન વિસ્તારમાંથી બચી શકાય. વિશ્વભરના શિપિંગ કંપનીઓ માટે આ માહિતી મહત્વપૂર્ણ છે કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી વ્યસ્ત સમુદ્રી વેપાર માર્ગોમાંથી એક છે.

આ પણ વાંચો: દુનિયા પર યુદ્ધ કરતાં પણ મોટું સંકટ! : દુષ્કાળ, પૂર અને હીટવેવનો સામનો કરશે લોકો, આવી રહ્યો છે સદીનો સૌથી ખતરનાક ‘સુપર એલ નીનો’

હોર્મુઝ સ્ટ્રેટ કેમ એટલો મહત્વનો છે?

હોર્મુઝ સ્ટ્રેટ પર્સિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને જોડતો સંકોચાયેલો સમુદ્રી માર્ગ છે. અહીંથી વિશ્વના લગભગ 20% કાચા તેલનો સપ્લાય પસાર થાય છે. આ જ માર્ગથી સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત અને ઈરાક જેવા દેશો વિશ્વભરમાં તેલ અને ગેસની નિકાસ કરે છે. જો આ માર્ગમાં અવરોધ આવે તો તેના પરિણામો ખૂબ મોટા હોઈ શકે છે. જેમાં વૈશ્વિક ઓઇલ સપ્લાયમાં ઘટાડો, આંતરરાષ્ટ્રીય વેપાર પર અસર, તેલના ભાવમાં તીવ્ર વધારો, શિપિંગ ઈન્સ્યોરન્સ ખર્ચમાં વધારોનો સમાવેશ થાય છે. 2026માં શરૂ થયેલા ઈરાન સંબંધિત સંઘર્ષ બાદ અહીં જહાજો પર હુમલા અને ધમકીઓના કારણે શિપિંગ ટ્રાફિકમાં ભારે ઘટાડો થયો હતો.

આ પણ વાંચો: ઈરાને હોર્મુઝમાં રોક્યું તેલનું ટેન્કર : ઈઝરાયેલ સામે રાખી આ શરત, સીઝફાયર તોડવાની ધમકી

માઇનનો ખતરો કેમ ગંભીર માનવામાં આવે છે?

સમુદ્રી માઇન એ પાણીમાં મૂકાતી વિસ્ફોટક વસ્તુ છે જે જહાજ સાથે અથડાય કે તેની નજીક આવે ત્યારે ફાટી શકે છે. આ માઇન વિશે નિષ્ણાતો કહે છે કે તે પાણીની નીચે છુપાયેલી હોય છે. નાના બોટમાંથી સરળતાથી મૂકી શકાય. મહિનાઓ સુધી સક્રિય રહી શકે. એક વિસ્ફોટથી પણ મોટું તેલ ટાંકર ડૂબી શકે. આ કારણે જહાજો માટે આવા વિસ્તાર ખૂબ જોખમી બની જાય છે અને ઘણી કંપનીઓ આવા માર્ગોથી પસાર થવાનું ટાળી દે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now