Home International Iran Israel War Updates Impact Of Israel Iran War Now On India

Iran-Israel War : 'યુદ્ધની સ્થિતિમાં ફસાયેલાં ભારતીયોને ડરવાની જરૂર નથી', PM મોદીએ કહ્યું; અમે દરેકને સુરક્ષિત પરત લાવીશું

Iran-Israel War
Published by: OBS Bureau
Last Updated: Mar 02, 2026, 10:47 AM IST

ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર હવે ભારત પર

ભારતમાં 760થી વધુ ફ્લાઇટ્સ રદ

PM મોદીએ સુરક્ષા મુદ્દે બોલાવી ઇમરજન્સી બેઠક

Iran-Israel War Updates: પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા ભીષણ યુદ્ધની અસર હવે ભારત પર પણ વર્તાઈ રહી છે. છેલ્લા બે દિવસમાં ભારતમાં 760થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે હજારો મુસાફરો એરપોર્ટ પર ફસાયા છે. બીજી તરફ, ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીના મોતના વિરોધમાં ભારત સહિત પાકિસ્તાન અને PoKમાં હિંસક પ્રદર્શનો શરૂ થયા છે. જો તમે વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા હોવ, તો એરલાઇન્સના સત્તાવાર હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી લેવો હિતાવહ છે. કારણકે, મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિને કારણે હવાઈ મુસાફરી પણ પ્રભાવિત થઈ છે.

PM મોદીની સુરક્ષા સમિતિ (CCS) સાથે મહત્વની બેઠકઃ

પરિસ્થિતિની ગંભીરતાને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાત્રે 9:30 વાગ્યે તેમના નિવાસસ્થાને 'કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી' (CCS) ની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને CDS જનરલ અનિલ ચૌહાણ હાજર રહ્યા હતા. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે, "ભારત તેના નાગરિકોની સુરક્ષા માટે તમામ દેશો સાથે મળીને કામ કરશે. અમે વાતચીત દ્વારા મુદ્દાનો ઉકેલ લાવવાના પક્ષમાં છીએ." પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિ અને ઇઝરાયેલી પીએમ નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા કરી હતી. ભારતમાં ફ્લાઇટ્સના પૈડાં થંભ્યા. મિડલ ઈસ્ટનું એરસ્પેસ બંધ થવાને કારણે ભારતીય ઉડ્ડયન ક્ષેત્રને મોટો ફટકો પડ્યો છે.

760+ ફ્લાઇટ્સ રદ: છેલ્લા બે દિવસમાં સેંકડો ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે.

મુંબઈ એરપોર્ટ: મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સેંકડો મુસાફરો અટવાયા છે.

એડવાઈઝરી: નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મુસાફરોને સતત ફ્લાઇટ સ્ટેટસ ચેક કરવાની સલાહ આપી છે.

કાશ્મીરમાં તણાવ: શાળાઓ બંધ અને કર્ફ્યુ જેવી સ્થિતિ

ઈરાની નેતા ખામેનીના મોતના વિરોધમાં જમ્મુ-કાશ્મીરના શિયા સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.

શ્રીનગર: લાલ ચોક સહિતના વિસ્તારોમાં બેરિકેડિંગ અને ભારે સુરક્ષા તૈનાત છે. ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઈ છે.

શૈક્ષણિક સંસ્થાઓ: તણાવને જોતા કાશ્મીર ઘાટીની તમામ સ્કૂલો અને કોલેજો બે દિવસ માટે બંધ રાખવામાં આવી છે.

લાઠીચાર્જ: શ્રીનગરના બેમિના વિસ્તારમાં ભીડને વિખેરવા સુરક્ષા દળોએ ટીયર ગેસ અને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

પાકિસ્તાન અને PoK માં હિંસા: 30 થી વધુના મોત

ખામેનીના મોતના વિરોધમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં સ્થિતિ બેકાબૂ બની છે:

PoK: ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) ની ઓફિસને આગ ચાંપી દેવામાં આવી છે. અહીં થયેલા ગોળીબારમાં 7 લોકોના મોત થયા છે.

કરાચી: અમેરિકી દૂતાવાસમાં ઘૂસેલા પ્રદર્શનકારીઓ પર થયેલા ફાયરિંગમાં અત્યાર સુધીમાં 23 લોકોના મોત થયાના અહેવાલ છે.


વિદેશમાં ફસાયેલા ભારતીયો માટે ચિંતા:

ઈરાનમાં આશરે 10,000 અને ઇઝરાયેલમાં 40,000 થી વધુ ભારતીયો વસે છે. સમગ્ર મિડલ ઈસ્ટમાં કુલ 90 લાખ ભારતીયો છે. કર્ણાટકના આશરે 100 લોકો હાલ દુબઈ અને બહેરીનમાં ફસાયેલા છે. કુવૈત, ઓમાન અને લેબનોન સ્થિત ભારતીય દૂતાવાસોએ ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે અને સતત સંપર્ક જાળવી રહ્યા છે.


આંકડાકીય માહિતી: ભારતીય ડાયસ્પોરા:

મધ્ય-પૂર્વના દેશોમાં મોટી સંખ્યામાં ભારતીયો વસે છે, જે સરકાર માટે ચિંતાનો વિષય છે:

ઈરાન: 10,000 ભારતીયો.

ઈઝરાયેલ: 40,000 ભારતીયો.

ગલ્ફ અને વેસ્ટ એશિયા: કુલ 90 લાખ ભારતીયો વસવાટ કરે છે.

કુવૈત, ઓમાન, ઓસ્ટ્રિયા અને લેબનોન ખાતેના ભારતીય દૂતાવાસોએ ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now