Home Sports Ipl Brand Value Reaches 1 58000 Crore Earned Profit Worth Thousands Of Crore

IPLની બ્રાન્ડ વેલ્યૂમાં ધરખમ વધારો : દુનિયાના અનેક દેશોની GDP કરતા બમણી થઈ IPLની બ્રાન્ડ વેલ્યૂ

IPLની બ્રાન્ડ વેલ્યૂમાં ધરખમ વધારો
Published by: OBS Bureau
Last Updated: Jul 08, 2025, 02:18 PM IST

Indian Premier League 2008 માં શરૂ થઈ હતી. થોડા જ વર્ષોમાં IPL વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ લીગ બની ગઈ હતી. IPLની બ્રાન્ડ વેલ્યુ વર્ષ-દર-વર્ષે વધી રહી છે. વર્ષ 2021 સુધી 8 ટીમો IPLમાં ભાગ લેતી હતી. પરંતુ 2022 સીઝનમાં ટીમોની સંખ્યા 10 થઈ ગઈ છે. IPLને હવે એક બિઝનેસ બ્રાન્ડ તરીકે જોવામાં આવે રહી છે. દુનિયામાં કેટલાઈ દેશોની GDP 5-10 બિલિયન ડોલર પણ નથી, જ્યારે 2025 માં IPL ની બ્રાન્ડ વેલ્યુ 18.5 બિલિયન ડોલર હોવાન રીપોર્ટ સામે આવ્યો છે.

Global investment bank Houlihan Lokeyના જણાવ્યા અનુસાર IPL ની બ્રાન્ડ વેલ્યુ હવે વધીને 18.5 બિલિયન યુએસ ડોલર થઈ ગઈ છે. જે ભારતીય ચલણમાં રૂ. 1,58,000 કરોડથી વધુ છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે BCCI એ તેના ચાર એસોસિયેટ સ્પોન્સર સ્લોટ, My11Circle, Angel One, Rupay અને CEAT દ્વારા રૂ. 1,485 કરોડનું વેચાણ કર્યું છે, જે ગયા વર્ષ કરતા 25 ટકા વધુ હોવાનું સામે આવ્યું છે.

IPLની ફ્રેન્ચાઇઝીઓ પર નજર કરીએ તો RCB લગભગ 2,304 કરોડ રૂપિયાની બ્રાન્ડ વેલ્યુ સાથે પ્રથમ નંબરે છે. RCBની જીત પહેલા બ્રાન્ડ વેલ્યુ 2,000 કરોડ રૂપિયાથી ઓછી હતી. બીજા નંબર પર મુંબઈ ઇન્ડિયન્સ છે જેની બ્રાન્ડ વેલ્યુ 2,073 કરોડ રૂપિયા આસપાસ છે. જ્યારે ત્રીજા નંબર પર CSKની ટીમ છે જેની બ્રાન્ડ વેલ્યુ 2,013 કરોડની આસપાસ છે. મીડિયા રીપોર્ટ અનુસાર પંજાબ કિંગ્સની બ્રાન્ડ વેલ્યુમાં સૌથી વધુ 39.6 ટકાનો વધારો જોવા મળ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now