Home Sports Ipl 2026 Jitesh Sharma Phone Controversy Rcb Vs Lsg

IPL 2026 માં મોબાઈલ ફોન સંબંધિત વધુ એક વિવાદ સામે આવ્યો! : RCB ના સ્ટાર ખેલાડી પર ઉઠ્યા સવાલ

RCBના જિતેશ શર્મા
Published by: Viral Patel
Last Updated: Apr 16, 2026, 02:22 PM IST

IPL 2026: આઈપીએલ 2026 ની 23મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાઈ હતી. જેમાં બોલ અને બેટ બંને સાથે શાનદાર પ્રદર્શન કરીને આરસીબીની ટીમે મેચ જીતી લીધી હતી. જોકે, હવે આ મેચ દરમિયાન એક મોટો વિવાદ ઉભો થવાની આશંકા સેવાઈ રહી છે. આરસીબીના એક સ્ટાર ખેલાડી પર મેચ દરમિયાન મોબાઈલ ફોન વાપરવાનો આરોપ લાગી રહ્યો છે. આ પહેલા રાજસ્થાન રોયલ્સના મેનેજર રોમી ભિન્ડર પર પણ આવો જ આરોપ લાગ્યો હતો.

આરસીબીના સ્ટાર પર લાગ્યો મોટો આરોપ

લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં આરસીબીના વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્માએ ટૂંકી પણ મહત્વની ઇનિંગ રમી હતી. જિતેશે માત્ર 9 બોલમાં 23 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. મેચ દરમિયાન જ જિતેશ શર્માના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 2 સ્ટોરી મૂકવામાં આવી હતી. આ સ્ટોરીના કારણે જ જિતેશ પર સવાલો ઉઠવા લાગ્યા છે કે મેચ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કેવી રીતે કરી? ખરેખર, આઈપીએલના નિયમો મુજબ, મેચ દરમિયાન કોઈપણ ખેલાડી મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકતો નથી. ડ્રેસિંગ રૂમ કે મેદાનની આસપાસ પણ કોઈ ખેલાડી ફોનને અડી શકતો નથી. આવી સ્થિતિમાં જિતેશે ફોનનો ઉપયોગ કર્યો છે કે નહીં, તે એક મોટો પ્રશ્ન છે.

આ પણ વાંચો: વિરાટ કોહલીને ફિટ રાખતી આ યુવતી કોણ? : RCB ની નવનીતા ગૌતમ બની ચર્ચાનું કેન્દ્ર!

જિતેશ શર્મા સામે થઈ શકે છે મોટી કાર્યવાહી

હાલમાં બીસીસીઆઈ (BCCI) એ જાણવા માંગે છે કે આ પોસ્ટ જિતેશ શર્માએ પોતે કરી હતી કે તેના મેનેજર, પરિવારના સભ્ય અથવા સોશિયલ મીડિયા ટીમમાંથી કોઈએ કરી હતી. આરસીબી ટીમ મેનેજમેન્ટે હજુ સુધી આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેમ છતાં, બીસીસીઆઈ આ મામલે તપાસ કરી શકે છે. જો તપાસમાં જિતેશ દોષિત જણાશે તો તેની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. હાલમાં જિતેશ શર્માનું ફોર્મ ખાસ સારું નથી ચાલી રહ્યું અને તે બેટિંગમાં મોટું યોગદાન આપવામાં સંઘર્ષ કરી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now