Home Sports Ipl 2026 Auction Uncapped Indian Players To Get Crores

IPL 2026 ઓક્શન; અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ પર કરોડોનો વરસાદ! : આ બે ખેલાડીઓ બન્યા ઓક્શનના નવા સુપરસ્ટાર્સ!

IPL 2026 ઓક્શન; અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ પર કરોડોનો વરસાદ!
Published by: OBS Bureau
Last Updated: Dec 16, 2025, 12:10 PM IST

The magic of uncapped players: IPL 2026 ના મિની ઓક્શનમાં ભારતના અનકેપ્ડ (જે હજુ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ નથી રમ્યા) ખેલાડીઓએ ઈતિહાસ રચી દીધો છે. ફ્રેન્ચાઈઝીઓએ અનુભવી ખેલાડીઓ કરતા યુવા ટેલેન્ટ પર વધુ વિશ્વાસ બતાવ્યો છે, જેના કારણે અનેક નવા ચહેરાઓ રાતોરાત કરોડપતિ બની ગયા છે.

પ્રશાંત વીર સૌથી મોંઘો ખેલાડી

સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર પ્રશાંત વીર આ ઓક્શનનો સૌથી મોટો હીરો સાબિત થયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) તેની ₹30 લાખની બેઝ પ્રાઈસ સામે અધધ ₹14.20 કરોડ ખર્ચીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ સાથે જ પ્રશાંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બની ગયો છે.

આકિબ નબી

દિલ્હી કેપિટલ્સે જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબી પર ભરોસો મૂકીને ₹8.40 કરોડની મોટી બોલી લગાવી છે. એક તરફ જ્યાં આકિબ જેવો યુવા ખેલાડી માલામાલ થયો, ત્યાં વિજય શંકર અને મહિપાલ લોમરોર જેવા જાણીતા નામો અનસોલ્ડ રહ્યા હતા.

વિદેશી ખેલાડીઓનો દબદબો

વિદેશી ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાનો કેમેરોન ગ્રીન સૌથી મોંઘો સાબિત થયો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ તેને ₹25.20 કરોડ જેવી રકમમાં ખરીદ્યો છે. ગ્રીન હવે આ ઓક્શનનો સૌથી મોંઘો વિદેશી પ્લેયર બની ગયો છે, જે ઓલરાઉન્ડ પ્રદર્શનથી KKR ને મજબૂતી આપશે.

શ્રીલંકન સ્ટારની એન્ટ્રી

KKR એ માત્ર ગ્રીન જ નહીં, પણ શ્રીલંકાના ઘાતક બોલર મથીશા પથિરાના પર પણ મોટો દાવ ખેલ્યો છે. પથિરાનાને ₹18 કરોડમાં ખરીદવામાં આવ્યો છે, જે તેને શ્રીલંકાનો અત્યાર સુધીનો સૌથી મોંઘો IPL ખેલાડી બન્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now